કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ર૧ સપ્ટેમ્બરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

જામનગર, તા.ર૮
આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ૧૪ દિવસના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. જેમાં તેઓ તા.ર૧ સપ્ટેમ્બરના દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.
ગુજરાતમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસ વધુ બેઠકો મેળવે તેવા ચૂંટણી વ્યૂહને ધ્યાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ૧૪ દિવસના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. જેમાં તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એમ બે ઝોનમાં છ દિવસનું રોકાણ કરશે.
આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.ર૧ સપ્ટેમ્બરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ઉપરાંત તેઓના બીજા તબક્કાના કાર્યક્રમોમાં બીજી ઓક્ટોબરથી સાતમી ઓકટોમ્બર દરમ્યાન મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડી ચૂંટણી પ્રચાર કરશે.
ચાર ઝોન પ્રમાણે કુલ રપ૦ કિલોમીટરનો પ્રવાસ કરશે જેમાં પ્રથમ તબક્કો દ્વારકાથી મોરબીનો રહેશે. જેમાં તા. ૮ ઓક્ટોબરે મહાસંમેલનને પણ સંબોધન કરશે. ઉપરાંત તા.૪ થી સપ્ટેમ્બર અમદાવાદના રિવરફ્રન્ટ એનઆઈડી નજીક સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks