National

‘કોંગ્રેસના વારસાનો સ્વીકાર’ કરવા બદલ સુષમા સ્વરાજનો આભાર : રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
સંયુક્ત રાષ્ટ્રસંઘમાંના વિદેશ મંત્રી સુષમા સ્વરાજના ભાષણના એક દિવસ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘કોંગ્રેસના વારસાનો સ્વીકાર’ કરવા બદલ સુષમા સ્વરાજનો આભાર માન્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સુષમાજી, છેવટે તમારો આભાર કે તમે કોંગ્રેસ સરકારના મહાન વીઝન અને આઈઆઈટી, આઈઆઈએમ જેવી સંસ્થાઓ શરૂ કરનાર કોંગ્રેસના વારસાનો સ્વીકાર કર્યો. વિદેશ મંત્રી સુષમા સ્વરાજના યુએન ખાતેના ભાષણની ચોતરફથી પ્રશંસા થઈ રહી છે. સુષમાએ જે રીતે ભારતની ટોચની શિક્ષણ સંસ્થાઓ આઈઆઈટી અને આઈઆઈએમનો ઉલ્લેખ કરીને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને બેનકાબ કરીને ચોતરફથી વાહવાહી મેળવી લીધી પરંતુ રાહુલ ગાંધીએ સુષમાના ભાણષની સીધી પ્રશંસા ન કરીને કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસના વીઝનના માન્યતા આપવા બદલ સુષમા સ્વરાજનો આભાર.સુષમાએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન એકીસાથે આઝાદ થયાં હતા પરંતુ આજે ભારત ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પેદા કરી રહ્યો છે તો પાકિસ્તાન આતંકવાદીઓ અને જેહાદીઓ પેદા કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે ભારતે આઈઆઈએમ, આઈઆઈટી અને એઈમ્સ જેવી સંસ્થાઓ બનાવી તો પાકિસ્તાન લશ્કર એ તોયબા અને જૈશ ે મોહમદ જેવા આતંકવાદી સંગઠનો પેદા કર્યાં. સુષમા સ્વરાજે પાકિસ્તાન પર કટાક્ષ કરતાં કહ્યું કે પાકિસ્તાન નેતા વિચાર કરે કે આજે ભારતની ઓળખ આઈઆટી મહાશક્તિ તરીકે થઈ છે જ્યારે પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી અને એક આતંકવાદી દેશ તરીકે ઊભરાયો છે. સંયુકત રાષ્ટ્રસંઘના ૭૨ મા સત્રને સંબોધિત કરતાં સ્વરાજે પાકિસ્તાન પર ભારતની સામે યુદ્ધ છેડવાનો આક્ષેપ કર્યો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.