
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વિજેતા થયેલા ઉમેદવારોએ તેમના વિસ્તારમાં વિજયી સરઘસ કાઢી મતદારોનો આભાર માન્યો હતો. અમદાવાદની દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર બેઠક પર કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા અને વાંકાનેર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોહંમદ જાવેદ પીરઝાદા ત્રણ મુસ્લિમ ઉમેદવારો જીત મેળવવામાં સફળ થયા હતા. જ્યારે મુસ્લિમોની બહુમતી ધરાવતી દાણીલીમડાની અનામત બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમાર જંગી બહુમતીથી વિજયી બનતાં સ્થાનિક મ્યુનિ. કાઉન્સિલરો અને તેની વિજયના શિલ્પી શહેઝાદખાન પઠાણ અને મુન્નાભાઈ સુમરા શૈલેષ પરમાર સાથે વિજય સરઘસમાં જોડાયા હતા.
Facebook
0
Twitter
0