National

રાજ ઠાકરેના અવતારમાં નાટકીય પરિવર્તન મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCPને નવું જોમ મળશે

(એજન્સી) તા.૨૬
રાજ ઠાકરેની પાર્ટીએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઇ ઉમેદવાર ઊભા રાખ્યા નથી. તેમની ૧૩ વર્ષ જૂની પાર્ટી ૨૦૧૪માં લગભગ સાફ થઇ ગઇ હતી અને કોઇ સાંસદ કે ધારાસભ્ય તરીકે રહ્યા ન હતા. રાજ્યમાં માત્ર કેટલાક છૂટાછવાયા કોર્પોરેટર છે.
રાજ ઠાકરે જો કે આ મોસમમાં વિરોધ પક્ષોના બુલંદ અવાજ બની રહ્યા છે. રાજ્યમાં મહારાષ્ટ્રના નવા વર્ષ ગુડી પડવાના રોજ ૬ એપ્રિલે શરુ કરીને અડધો ડઝન રેલીને ઉદ્‌બોધન કર્યા બાદ રાજ ઠાકરે ૨૩ એપ્રિલના રોજ મુંબઇના શહીદ ભગતસિંહ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતું. અગાઉ સંકુચિત નેતા રહેલ રાજ ઠાકરેમાં હવે ખરેખર તેમના તર્કબદ્ધ વિચારમાં પરિવર્તન આવ્યું છે.
રાજ ઠાકરેએ જણાવ્યુંં હતું કે તેઓ કહે છે કે હું પવારની ટ્યૂન પ્રમાણે નાચું છું અને મારી સ્ક્રિપ્ટ સીધી બારામતીમાંથી આવે છે. જાણે કે હું હજુ ગઇ કાલે જ ચાલતા શીખ્યો ન હોઉં ! એવું રાજ ઠાકરેએ જણાવ્યું હતું. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે હા, એક વખત મોદીને મારું સમર્થન હતું. હું મારા ભૂતકાળના કોઇ નિવેદન પાછા ખેંચીશ નહીં. તેમણે અચ્છે દિનનું પ્રોમિસ આપ્યું હતુંં અને મેં તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. આજે હું તેમને પૂછું છું કે આજે એ બધા વચનોનું શું થયું એવું રાજ ઠાકરેએ પૂછ્યું હતું. આમ રાજ ઠાકરેના નવા અવતારમાં ધરખમ પરિવર્તન જોવા મળે છે. ઠાકરેનું આ એકાએક પરિવર્તન શરદ પવાર દ્વારા માસ્ટર સ્ટ્રોક તરીકે જોવામાં આવે છે. હવે બંને ભાજપ અને શિવસેનાને કાબૂમાં રાખશે. રાજ ઠાકરેના સંબોધનથી અનેક લોકો પ્રભાવિત થયા છે. મોટા ભાગે મહારાષ્ટ્રીયન મહિલાઓ અને પુરુષોને ઠાકરેને બોલતા સાંભળવા ગમે છે. રાજ ઠાકરેની પાર્ટી મનસેના સમર્થક નિલેશ મોહિતીએ જણાવ્યું હતું કે હું પાંચ દિવસ પૂર્વે રાજ સાહેબનું ભાષણ સાંભળવા મહાડ ગયો હતો. હું તેમને સાંભળવાની તક ગુમાવી શકું નહીં એવું મનસેના સમર્થક નિલેશ મોહિતેએ જણાવ્યુંં હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.