સેવાદળ યુપી કોંગ્રેસને જીવંત બનાવવા ‘પ્રભાત ફેરી’ની પુનઃ શરૂઆત કરશે

(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૦
ર૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશની કોંગ્રેસમાં એક નવી શક્તિ વધારવાની માગણી કરતાં પાર્ટીનું સેવા દળ ટૂંક સમયમાં જ સમગ્ર રાજ્યમાં ‘પ્રભાત ફેરી’ની પુનઃ શરૂઆત કરશે.
આઝાદી પહેલાના યુગમાં લોકો એક સમૂહમાં પરોઢિયા પહેલા ‘ભજનો’ ગાતા ગાતા ગામની શેરીઓમાં ફરતા હતા. પરંતુ જેમ-જેમ જમાનો અને જીવન શૈલી આધુનિક બનતી ગઈ તેમ-તેમ પ્રભાત ફેરીની પરંપરા વિસરાતી ગઈ છે.
ગુરૂવારે પક્ષના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આ નવા સમૂહ પાછળનો વિચાર રાજ્ય કોંગ્રેસના સમર્થકો સુધી પહોંચવાનો છે, કે જેઓ ઉગ્ર રાજકીય નીતિઓને પગલે સુષુપ્ત બની ગયા છે. ઉપરાંત તેનો હેતુ સમૂહ સાથે મજબૂત જોડાણ કરી રાજ્ય કોંગ્રેસને પુનઃ સ્થાપિત કરવાનો છે.
આ પ્રભાત ફેરીની શરૂઆત ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસી નેતા રાજીવ ગાંધીની જન્મજયંતિના દિવસે એટલે કે ર૦ ઓગસ્ટના રોજ શરૂ થાય તેવી શક્યતા છે અને આ પ્રભાત ફેરી ર ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે પૂર્ણ થશે.
‘પ્રભાત ફેરી’ વિશેની ચર્ચા અહીં યોજાયેલી સેવા દળની બેઠક દરમ્યાન કરવામાં આવી હતી, કે જેમાં સેવા દળના વરિષ્ઠ કાર્યકરો સહિત મુખ્ય રાષ્ટ્રીય સંચાલક લાલજી દેસાઈ સામેલ થયા હતા. ઉપરાંત આ બેઠકમાં પાર્ટીના રાજ્ય પ્રમુખ રાજ બબ્બર પણ સામેલ થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks