અમદાવાદ,તા.૧
વેજલપુર વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારા એડવોકેટ શફીભાઈ વોરાએ પણ કોંગ્રેસના સમર્થનમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેતા ચોમેરથી તેમની પ્રશંસા થઈ રહી છે. ઉમેદવારી પાછું ખેંચવા અંગે શફીભાઈ વોરાએ ગુજરાત ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ માટે સારૂં વાતાવરણ છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના સન્માનમાં મે મારૂં અપક્ષ ઉમેદવાર તરીકે ભરેલું ઉમેદવારીપત્ર પાછું ખેંચીને હું કોંગ્રેસને સમર્થન કરૂ છું. ગુજરાતમાં પાટીદાર, દલિત, ઠાકોર સહિતના તમામ સમાજોના કોંગ્રેસને ટેકો છે. ત્યારે બધા જ સમાજ કોંગ્રેસની સાથે છે. એટલે કોંગ્રેસ સત્તા ઉપર આવશે. તેવી મને આશા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે મે ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળે તેવો માહોલ છે. ત્યારે કોંગ્રેસને જીતાડવા માટે મેં મારૂં અપક્ષનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધુ છે હવે હું કોંગ્રેસને જીતાડવા પ્રચાર પણ કરીશ.