કોંગ્રેસનો સવાલ, શું રાહુલને અપાયેલી ચૂંટણી પંચની નોટીસ ઈન્ટરવ્યુ પ્રસારણ અટકાવવાનો પ્રપંચ હતો ?

(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૮
કોંગ્રેસે ચૂંટણી પંચને એવો સવાલ કર્યો છે કે શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફટકારવામાં આવેલી નોટીસ ઈન્ટરવ્યૂ પ્રસારણ અટકાવવાનું એક ષડયંત્ર હતું. ટીવી ઈન્ટરવ્યુ પર રાહુલને ફટકારવામાં આવેલી નોટીસ પરત ખેંચી લીધા બાદ કોંગ્રેસે એવો સવાલ ખડો કર્યે કે શું આ એક ખાલી રાહુલનું ઈન્ટરવ્યુ અટકાવવા માટેનો પ્રપંચ હતો. ચૂંટણી પંચે રાહુલે ફટકારેલી નોટીસ પરત ખેંચ્યા બાદ કોંગ્રેસની આવી પ્રતિક્રિયા આવી છે. પંચે કહ્યું કે જે જોગવાઈ હેઠળ નોટીસ ફટકારવામાં આવી તેની સમિક્ષા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કમ્યુનિકેશન ઈન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ ટ્‌વીટ કરીને કહ્યું કે જો ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ફટકારી નોટીસ પરત ખેંચી લીધો હોય તો બે સવાલો ખડાં થાય છે પહેલો સવાલ એ કે શું રાહુલ ગાંધીનું ઈન્ટરવ્યુ અટકાવવા માટેનો આ એક પ્રપંચ હતો બીજો સવાલ એવો ખડો થાય કે વડાપ્રધાન અને મંત્રીઓની સામે એફઆઈઆર દાખલ ન નોંધવી કે કોઈ પગલાં ન ભરવાનો ખુલાસો છે. ચૂંટણી પંચે ૧૩ ડિસેમ્બરના રોજ રાહુલ ગાંધીને આચારસંહિતાના ભંગ બદલ એક નોટીસ ફટકારી હતી. રાહુલ ગાંધીનું ઈન્ટરવ્યુ એક ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે ચૂંટણી પંચમાં એવી ફરિયાદ કરી હતી કે જો રાહુલ ગાંધીની સામે આચારસંહિતા ભંગ બદલ કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય પછી ગુજરાતમાં મતદાન કર્યા બાદ રોડ શો કરનાર વડાપ્રધાન મોદીની સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસે એવું કહ્યું હતું કે મોદીએ રોડ શો કરીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ચૂંટણી પંચ માહિતી ટેકનોલોજી સાથે કદમ મિલાવવામાં નિષ્ફળ નીવડ્યું છે તેવી ફરિયાદ બાદ ચૂંટણીના ૪૮ કલાક પહેલા પ્રચાર સિવાય ચૂંટણી કાયદાને જોગવાઈમાં સુધારાની ભલામણ કરવા માટે એક પેનલની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks