કોંગ્રેસનો ઉધ્ધાર કરી ન શકનાર રાહુલ ગાંધી પ્રજાનો ઉધ્ધાર કરશે ?

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૪
પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ કોંગ્રેસના આજના રાહુલ ગાંધીના પ્રવાસ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનો ઉધ્ધાર ન કરી શકનાર રાહુલ ગાંધી ગુજરાતના યુવાનો ગુજરાતની પ્રજાનો શું ઉધ્ધાર કરશે ? રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ર૮ જેટલી ચૂંટણીઓ દેશમાં હારી ચુકી છે અને કોંગ્રેસ ભૂતકાળ બનવા તરફ આગળ વધી રહી છે. અગાઉથી નકકી કરાયેલ ભાજપા અને ગુજરાત વિરોધી નકારાત્મક પ્રશ્નો તૈયાર કરીને કોંગ્રેસના જ ભરતસિંહ સોલંકીએ પૂછયા હતા અને સૌથી હાસ્યાસ્પદ બાબત તો એ હતી કે પ્રશ્ન કઈક પૂછાતો હતો અને રાહુલ ગાંધી જવાબ કઈક આપતા હતા. ગુજરાત અને ગુજરાતીઓને ટાર્ગેટ કરી બદનામ કરવા ગુજરાતમાં આવે છે. પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસને ડુબતી નાવ બતાવતા જણાવ્યું હતું કે ર૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પહેલા સન ઓફ કોંગ્રેસ અને સન-વાદ કલ્ચરમાં માનનારી કોંગ્રેસ સંવાદ કરવા નીકળી હતી. ત્યારે કોંગ્રેસની શું પરિસ્થિતિ થઈ હતી ? તે દેશની પ્રજા સુપેરે જાણે છે. ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે અને રહી-સહી કોંગ્રેસ ચૂંટણીઓ આવતા આવતા નામશેષ થઈ જશે. કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ ચરમસીમાએ છે તે મીડિયાના માધ્યમથી પ્રજાએ જોયા છે. કોંગ્રેસ ગુજરાતમાં પોતાની હાર ભાળી ગઈ છે તેથી જ પાણી આવે તે પહેલા પાળ બાંધવા રાહુલ ગાંધી ગુજરાતના આંટાફેરા કરે છે. ગુજરાત ભાજપ પ્રવકતા ભરત પંડયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતે જ વિસર્જનની દિશામાં હોય ત્યારે કોંગ્રેસના નવસર્જનની વાત એ હાસ્યાસ્પદ છે કોંગ્રેસે પહેલા પોતાની પાર્ટીનું નવસર્જન કરવું જોઈએ પછી ગુજરાતના નવસર્જનની વાત કરવી જોઈએ. એક પછી એક રાજયોમાં કોંગ્રેસનું વિસર્જન થતું જાય છે. કોંગ્રેસ હારતી જાય છે. ગુજરાતમાં પણ એક રાજયસભાની ચૂંટણી પછી અલગ અલગ સમાજના અનેક આગેવાનો, ધારાસભ્યો કોંગ્રેસ મુકત બન્યા છે કોંગ્રેસના નેતૃત્વને અને કોંગ્રેસના ધારાસભ્યોને એક બીજા ઉપર ભરોસો નથી એવા સંજોગોમાં ગુજરાતમાં પણ કોંગ્રેસ રપ ટકા તૂટી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks