અમદાવાદ, તા. ૧૭
ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે હજારો પરિવાર અસર પામ્યા છે. શ્રમિકો ખાસ કરીને રોજનું રોજ કમાતા પરિવારો-બાળકો, મહિલાઓ મુશ્કેલીઓમાં મુકાયા છે, ત્યારે ગુજરાતની પ્રજાને રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાહત કાર્ય કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની પ્રજા જાન-માલ હાનિનો ભોગ બની રહી છે. સતત પડેલા વરસાદને લીધે રાજ્યમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે સેંકડો લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા છે, ભારે વરસાદને પગલે ખેતરો ધોવાઈ ગયા છે, ખેડૂતોને કરોડોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, અનેક ગામો બેટમાં ફેરવાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયું છે. સરકારની સદંતર લાપરવાહી અને નિષ્ફળતાને લીધે ગુજરાતની પ્રજા અતિ વરસાદની પરિસ્થિતિનો ભોગ બની રહી છે. અતિભારે વરસાદની આગાહી હોવા છતાં, રાજ્ય સરકાર દ્વારા કોઈ જ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી નથી એને પરિણામે રાજ્યમાં સરકારની બેપરવાહીને કારણે ર૮ લોકોના જાન હોમાઈ ગયા. સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રજાને આવી ભારે વરસાદની પરિસ્થિતિમાં જરૂરી સહાયતા કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા અસરગ્રસ્તોને સહાય કરવા માટે તાકીદે વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજકોટ, સુરત તેમજ અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોને કંટ્રોલ રૂમની જવાબદારી સોંપવામાં આવે છે.
(૧) અમદાવાદ (મધ્ય ગુજરાત-ઉત્તર ગુજરાત) રાહત કાર્ય કંટ્રોલ રૂમ :-
• પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય- ફોન નં. ૦૭૯-૨૬૫૮૫૦૯૯, ૨૬૫૭૮૨૧૨
• સતીષ પંડ્યા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી – મો. ૯૮૨૫૩૭૩૫૨૨
• અમૃત પંડ્યા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી – મો. ૯૩૨૮૯૦૭૩૭૨
• કિરણ પ્રજાપતિ, મુખ્ય સંગઠક સેવાદળ અમદાવાદ શહેર – મો. ૮૪૦૧૫૭૧૩૭૩
(ર) રાજકોટ (સૌરાષ્ટ્રના તમામ જિલ્લા) રાહત કાર્ય કંટ્રોલ રૂમ :-
• હિતેશ વોરા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ – મો. ૯૯૨૪૮૨૭૨૭૬
• હેમાંગ વસાવડ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી – મો. ૯૮૨૪૦૪૧૫૧૪
• મહેશ રાજપૂત, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ- મો. ૯૮૨૪૪૦૮૦૦૪
(૩) સુરત (દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા) રાહત કાર્ય કંટ્રોલ રૂમ :-
• હસમુખ દેસાઈ, પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ- મો. ૯૮૨૫૧૧૫ર૦૫
• પ્રફુલ તોગડિયા, નેતા મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષ- મો. ૯૮૭૯૩૧૦૪૬૫
• યોગેશ પટેલ, મુખ્ય સંગઠક સેવાદળ સુરત શહેર- મો. ૯૮૭૯૫૨૯૪૧૭
• શંભુભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ- મો. ૯૪૨૬૧૬૬૬૦૧