કોંગ્રેસ પક્ષ તમામ ધારાસભ્યોની પડખે, લડાઈ સૌએ સાથે મળીને લડવાની છે

અમદાવાદ,તા.ર
બેંગ્લુરુ ઈગલટોન ધ ગોલ્ફ રિસોર્ટમાં સલામતીના કારણોસર રખાયેલા ગુજરાત કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોને આજે સૌરાષ્ટ્રના સહપ્રભારી રાજીવ સાતવે ધારાસભ્યો જોગ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મોકલેલો સંદેશ વાંચી સંભળાવ્યો હતો.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગી ધારાસભ્યોને કહેવડાવ્યું છે. કોંગ્રેસ પક્ષ તમામ ધારાસભ્યોની પડખે છે. કોંગ્રેસની આ લડાઈ સૌએ સાથે મળીને લડવાની છે. એક બનીને લડજો. રિસોર્ટમાં એઆઈસીસીના સેક્રેટરી રાજીવ સાતવે આજે ધારાસભ્યો જોગ મોકલાયેલો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આજરોજ રિસોર્ટમાં ઈન્કમટેક્ષના દરોડા બાદ ધારાસભ્યો દબાણમાં હતા ત્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા અને ઉપાધ્યક્ષે પાઠવેલા સંદેશાથી તેમનામાં હિંમત આવી હતી અને મનોબળ મજબૂત બન્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts