કોંગ્રેસ પાસે ચૂંટણી લડવાનો કોઈ મુદ્દો નથી એટલે ગામડે-ગામડે જાતિવાદનું ઝેર રેડી રહી છે

કોડિનાર, તા.૧
કોંગ્રેસ પાસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો કોઈ જ મુદ્દો નથી એટલે ગુજરાતના ગામડે-ગામડે માત્ર જાતિવાદનું ઝેર રેડી કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી લડી રહી હોવાનું આજે કોડિનાર ખાતે ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે એક જાહેરસભા સંબોધતા જણાવ્યું હતું.
અમીત શાહે એવું જણાવ્યું હતું કે ભાજપ આજે વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી જે વિસ્તારમાંથી ચૂંટણી લડી જીતે છીે તે અમેઠી અને રાયબરેલીમાં લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે વીજળી અને રસ્તાની સુવિધા લોકોને મળી નથી.
ગુજરાતનો વિકાસ રૂધવા અંગે યુપીએની કેન્દ્ર સરકાર જવાબદાર હોવાનું જણાવી રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧૩માંં નાણાં પંચમાં કેન્દ્રએ માત્ર ૬૩ હજાર કરોડ ફાળવ્યા હતા. જ્યારે ભાજપાની સરકારે ૧૪માં નાણાપંચમાં ગુજરાતને ૧.પ૮ લાખ કરોડ જેવી જંગી રકમ ફાળવી આપી છે જે ગુજરાતના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી.
કોડિનાર તાલુકાના લોકોની સુખાકારી માટે થયેલા વિકાસનું વર્ણન કરી કોડિનાર કોંગ્રેસ માટે પણ ચૂંટણી લડવાનો કોઈ મુદ્દો ન હોવાનું જણાવી અમિત શાહે કોડિનાર તાલુકાના લોકોની જીવાદોરી સમાન બંધ પડેલા ખાંડ ઉદ્યોગને ચૂંટણી પછી ફરી ધમધમતો કરવા સંકેતો આપ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks