પ્રાંતિજ તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખવામાં કોંગ્રેસ સફળ

પ્રાંતિજ, તા.૨૦
પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચુંટણી યોજાઇ હતી જેમા કોંગ્રેસ પક્ષ સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યો હતો.
પ્રાંતિજ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી ના હોવા છતાં ઉમેદવારી નોંધાવતા નવાજૂનીની આશંકાએ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તો કોંગ્રેસે પણ સત્તા જાળવી રાખવાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. દરમ્યાન આજરોજ ચુંટણી અધિકારી એ.આર.ચૌધરી તથા જે.એચ.કાપડીયાના અધ્યસ્થ સ્થાને ચુંટણી પ્રકિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસને ૧૨ મતો મળ્યા હતા તો ભાજપને આઠ મત મળતા હતાં તો કોંગ્રેસ દ્વારા સત્તા જાળવી રાખવામાં આવી હતી. પ્રાતિજ તા.પં.માં કોંગ્રેસનો વિજય થતાં ચુંટાયેલા પ્રમુખ રાઠોડ બેચરસિંહ તથા ઉપપ્રમુખ રામાજી મકવાણાને આગેવાનોએ ફુલહાર પહેરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ અમરીશભાઇ પટેલ, રેખાબેન સોલંકી સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી એક બીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવારો, જી.કે. રાઠોડ (પ્રમુખ) તથા લાલસિંહ પુંજસિંહ ચૌહાણ (ઉપપ્રમુખ)ને ભાજપના ૭ સભ્યોએ મત આપ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના એક મહિલા સભ્યએ ભાજપ તરફી મતદાન કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts