અમદાવાદ, તા. ૨૦
ગુજરાતમાં આગામી મહિને ચૂંટણીને લઇ કોંગ્રેસ સાથે સમજૂતી મુદ્દે કોઇ સમાધાન ન થતા હાર્દિક પટેલે પોતાની રેલી રદ કરી હતી અને એમઆઇએ પહોચ્યો હતો. એવી આશા હતી કે, તે રાજકોટમાં કોંગ્રેસ સાથેની સમજૂતી અંગે જાહેરાત કરશે. સતત સમજૂતી માટેની વાતચીત બાદ કોંગ્રેસે રવિવારે મોડી રાતે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ પાટીદારોએ ભારે વિરોધ કરતા હિંસા કરી હતી. બેઠકો માટેની વાતચીતમાં જોકે હાર્દિક પટેલ પાસ તરફથી હાજર રહ્યો નહોતો.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. હાર્દિક પટેલ જૂથના ત્રણ નેતાઓના નામ સાથે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ બંને વચ્ચેની સમજૂતી ગૂચમાં પડી હતી.
૨. રવિવારે મોડી રાતે પાસના સભ્યોએ કોંગ્રેસની ઓફિસોમાં તોડફોડ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે, તેમની સલાહ વિના તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી.
૩. પાસ કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયાએ કહ્યું કે, કોંગ્રેસે અમારી પરવાનગી વિના યાદી જાહેર કરી. અમે કોંગ્રેસ વિરૂદ્ધ રાજ્યભરમાં દેખાવો કરીશું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, હાર્દિકે પણ કોંગ્રેસનીયાદી પર આશ્ચર્ચ વ્યક્ત કર્યું છે.
૪. અમદાવાદ ખાતેના કોંગ્રેસના મુખ્યાલય પર તોડફોડની ઘટનાઓ થતા મોટી સંખ્યામાં પોલીસ દળો ખડકી દેવામાં આવ્યા હતા.
૫. આ તડાં ત્યારે પડ્યા હતા જ્યારે કોંગ્રેસે પાસના ઉમેદવારના નામો જાહેર કર્યા હતા જેમાં લલિત વસોયાનું નામ પણ હતું જોકે, બાભણિયાએ જણાવ્યું કે, આ ઉમેદવારોના નામ અમારે જાહેર કરવાના હતા.
૬. કોંગ્રેસ સાથે સમાધાન થયા બાદ વસોયાએ દાવો કર્યો હતો કે, તે તેના બોસ હાર્દિક પટેલની સૂચનાથી કામ કરી રહ્યા છે. જોકે, હાર્દિકે બાદમાં ટિ્વટ કરતા કહ્યંુ હતું કે, સત્તામાં કૂદવા આવું ન કરો.
૭. કોંગ્રેસની ૭૭ ઉમેદવારોની યાદીમાં ૧૯ પટેલ સમુદાયના ઉમેદવારો છે જેમાં હાર્દિક પટેલના નજીકના વસોયા તથા નિલેશ પટેલના નામો પણ છે.
૮. કોંગ્રેસે હાલ ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે તાજેતરમાં જ પોતાના સમુદાયમાં નોકરીઓ અને શિક્ષણમાં અનામત અંગે આંદોલન ચલાવનાર શક્તિશાળી સમાજને સાથે લેવાનો પ્રયાસ કર્યો છે.
૯. હાર્દિક પટેલે સ્પષ્ટપણે કહ્યું છે કે, છેલ્લા ૨૩ વર્ષથી સત્તામાં હોવા છતાં ભાજપે તેમની માગોને સ્વીકારી નથી.
૧૦. હાર્દિકે કોંગ્રેસને એ શરત સાથે સમર્થન આપ્યું છે કે, તેના સમાજને અન્ય પછાત વર્ગમાં ૨૭ ટકા અનામત આપવામાં આવે. છેલ્લા ઘણા સમયથી આ યુવા નેતા રાજ્યમાં આંદોલન ચલાવી રહ્યો છે.