(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૨૭
અમરેલી નગરપાલિકાના કોંગ્રેસના ૨૦ સદસ્યો દ્વારા આવતીકાલે મંગળવારે સવારે નગરપાલિકાની હિટલર શાહી શાસન સામે આમરણાંત ઉપવાસ કરી આંદોલન છેડી લડત ચલાવશે. નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની બે મહિના પહેલાં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસના અમુક સદસ્યો પક્ષ સાથે બગાવત કરી ભાજપમાં ભળી સત્તા હાંસિલ કરી પ્રમુખ-ઉપપ્રમુખનું પદ મેળવી લીધું હતું અને ત્યારબાદ કોંગ્રેસના ચૂંટાયેલ સદસ્યોનું નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ નવા ચૂંટાયેલ પદાધિકારીઓ સાંભળતા ન હોઈ અને શહેરના લોકોના કામ પણ થતા ન હોઈ અને નગરપાલિકમાં ભ્રષ્ટચાર થઇ રહ્યો હોઈ અને શહેરમાં રેઢિયાળ ઢોર તેમજ શ્વાનોના ત્રાસ વધી ગયેલ હોઈ તે સમસ્યાઓનું નિરાકરણ નગરપાલિકાના અધિકારીઓ કરતા ન હોઈ જેથી આવતીકાલે મંગળવારે કોંગ્રેસના ૨૦ સદસ્યો સંદીપ ધાનાણી, પાતંજલ કાબરિયા, પ્રકાશ લાખાણિયા, બી.કે. સોળિયા આમરણાંત ઉપવાસ ઉપર બેસશે જ્યારે હંસાબેન જોશી, માધવીબેન જોશી, નાનભાઈ બિલખિયા, ચંદ્રિકાબેન સોળિયા તથા બાલુબેન પરમાર સહિતના સદસ્યો નગરપાલિકા સામે પ્રતિક ઉપવાસ પર બેસી આંદોલન કરવામાં આવશે.