(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૪
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહમદભાઈ પટેલની જીતના ખરા શિલ્પીઓ ૪૩ ધારાસભ્યોની ઈમાનદારી, પ્રમાણિકતા અને અડગતાની કદર કરવા જીત બાદ તમામ ધારાસભ્યોને તિરૂપતિ બાલાજીના દર્શન, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત અને ભોજન સમારંભનું અહમદભાઈ પટેલે વચન આપ્યું હતું. તે વચનના અમલ માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે ર૦મી ઓગસ્ટે કોંગ્રેસના તમામ ૪૩ ધારાસભ્યો દિલ્હી જશે ત્યાં જઈ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવાશે. ત્યારબાદ ર૧મીએ અહમદભાઈ પટેલના જન્મદિન નિમિત્તે તેમની સાથે તમામ ધારાસભ્યોના ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ભોજન સમારંભ બાદ ર૧મીએ રાત્રે જ તમામ ધારાસભ્યો તિરૂપતિ બાલાજીના દર્શન કરવા રવાના થશે.
Facebook
0
Twitter
0