કોંગ્રેસના ક્રોસ વોટિંગ કરનાર સાત ધારાસભ્યોએ રાજીનામા ધર્યા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૧
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના બળવાખોર ૭ ધારાસભ્યોએ ગતરાત્રે ૯ઃ૩૦ કલાકે વિધાનસભાના અધ્યક્ષને તેમના રાજીનામા ધરી દીધા છે. અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર છ ધારાસભ્યો પૈકી ત્રણ ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અને ક્રોસ વોટિંગ કરનાર તમામ ૧૪ ધારાસભ્યોએ બે દિવસ અગાઉ જ કોંગ્રેસે બરતરફ કર્યા હતા. હવે, આ ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં જોડાવવાનો ઈન્તેજાર કરી રહ્યા છે. આ સાત ધારાસભ્યોમાં અમિત એચ.ચૌધરી (માણસા), સી.કે. રાઉલજી (ગોધરા), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), ભોળાભાઈ ગોહિલ (જસદણ), કરમશીભાઈ વી.પટેલ (સાણંદ), ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (જામનગર ઉત્તર) તથા મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા (બાયડ)નો સમાવેશ થાય છે. અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ ધારાસભ્યોને મેં ફરજના ભાગરૂપે પૂછ્યું હતું કે આપ કોઈ દબાણવશ કે ધાકધમકીથી, લોભ લાલચથી કે અધિકારી કે પદાધિકારીના કહેવાથી રાજીનામું આપી રહ્યા છો કે તમારી જાતે રાજીખુશીથી રાજીનામું આપો છો ? તેના પ્રત્યુત્તરમાં બધા ધારાસભ્યોએ એક સાથે જણાવ્યું હતું કે, તેઓએ પોતાની રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. જેથી કોંગ્રેસના સાત ધારાસભ્યોના રાજીનામાનો મેં સ્વીકાર કર્યો છે. આ અંગે નિયમોનુસાર થતી ઘટતી કાર્યવાહી પણ કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks