જયંતી ભાનુશાળીની તાત્કાલિક ધરપકડ કરવા સુરત મહિલા કોંગ્રેસ પ્રમુખની માંગ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
મહિલા શસક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ ગઇ છે. સુરતની પીડિતા સાથે બનેલી ઘટનામાં ભાજપના નેતા જયંતી ભાનુસાળીની ધરપકડ કરવામાં આવી નથી. જેથી આરોપીની તાત્કાલીક ધરપકડની માંગ સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવનાબેન પટેલે કરી હતી. આ સાથે પીડિતાની માનસિક સ્થિતિ ધ્યાનમાં રાખવી જોઇએ અને બળાત્કારનો ભોગ બનનાર પીડિતાનું કાઉન્સીલીંગ પણ કરાવું જોઇએ તેમ આજે પત્રકાર પરિષદમાં મહિલા કોંગ્રેસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવના બેને જણાવ્યું હતું કે, આ હર્ની ટ્રેપ નથી પણ પાવર ટ્રેપ છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ સુરક્ષા અંગેના કડક કાયદા હોવા છતાં દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ પરના અત્યાચારના કેસો ખુબ જ વધી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૧૩,૭૫૪ મહિલાઓ ગુમ છે અને ૧૮૮૭ જેટલા દુષ્કર્મના કેસો નોંધાયા છે. સલામત ગુજરાતમાં મહિલાઓ અસલામતી અનુભવી રહી છે.માટે મહિલાઓની સુરક્ષા માટેની યોગ્ય કાર્યવાહી થવી જરુરી છે.
વીડિયો ક્લિપ તપાસ માટે એફએસએલ મોકલાઈ
સરથાણા-યોગીચોક વિસ્તારમાં રહેતી અને ફેશન ડિઝાઈનીંગના અભ્યાસક્રમમાં જોડાવવા ઈચ્છતી ૨૧ વર્ષની યુવતી સાથે પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી અને પીડિત યુવતી વચ્ચે ૧૦ અને ૧૫ સેકન્ડનો અશ્લીલ વીડિયો છે. હવે આ અશ્લીલ વીડિયો ક્લિપ અસલ (ઓરીજીનલ) છે કે કેમ? તથા પેનડ્રાઈવમાં કેટલા વ્યકિતઓ છે.તેવી માહિતી માંગતી એક વીડિયો ક્લિપ પોલીસ દ્વારા એફએસએલમાં મોકલી આપવામાં આવી છે.એફએસએલ ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવે તેમ સૂત્રોનું જણાવવું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks