અંકલેશ્વરમાં નિર્માણ પામેલ ૧૦૦ બેડની અદ્યતન હોસ્પિટલને પ્રણવ મુખર્જી અને અહમદ પટેલ ખુલ્લી મૂકશે

તા.ર૩ ઓક્ટોબરે સરદાર પટેલ હોસ્પિટલના લોકાર્પણનું ભવ્ય આયોજન

ભરૂચ જિલ્લાના વિકાસમાં અહમદભાઈ પટેલનું સતત યોગદાન નોંધપાત્ર

 

રાષ્ટ્રીય અગ્રણી અને રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલ ભરૂચ જિલ્લાને કદી વિસર્યા નથી. તેઓએ સદાયે ભરૂચ જિલ્લાના વિકાસની ચિંતા કરી છે. સમગ્ર જિલ્લો વિકાસના પંથે સતત પ્રગતિ કરતો રહે એ માટે તેમણે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં સ્થાપી ૧ર૦૦થી વધુ એકમો લાખો લોકોને રોજગારી આપી રહ્યા છે. સમગ્ર દેશમાંથી લોકો અહીંયા સ્થાયી થયા છે. એટલું જ નહીં ઉદ્યોગગૃહોમાં કામ કરતા ગરીબ કામદારો અને પરિવારના સભ્યોને, લોકોને રાહતદરે તબીબી સુવિધા મળે એ માટે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલનું પણ નિર્માણ કરાવ્યું. સરદાર પટેલ હોસ્પિટલને સતત કાર્યાન્વિત રાખવા પણ તેમણે પ્રથમથી જ અંગત રસ દાખવ્યો હતો. ભરૂચ જિલ્લાના વિકાસના સ્વપ્નદૃષ્ટા ભરૂચ જિલ્લામાં સર્વાંગી વિકાસ જેવા કે રોજગારીનો પ્રશ્ન, નર્મદા નદી પર બ્રિજ, ચારલેન રસ્તાઓ, રેલવેના ભરૂચ અંકલેશ્વરના વર્ષોના વણઉકેલ્યા પ્રશ્નો, ઓવરબ્રિજ કે બીજા વિકાસના કામો અંગે તેઓ સતત ચિંતિત રહે છે અને લોકો સાથે સંપર્ક પણ જાળવે છે. તેઓનો સાલસ સ્વભાવ ભરૂચ જિલ્લાના વિકાસ માટેની કટિબદ્ધતા મુઠ્ઠી ઉચેરા માનવી તરીકેની છબી સ્પષ્ટ કરે છે.

 

 

(સંવાદદાતા દ્વારા)

અંકલેશ્વર,તા.૧૦

અંકલેશ્વર ખાતે વર્ષો પહેલાં નિર્માણ પામેલ સરદાર પટેલ હોસ્પિટલના નવનિર્મિત અને અદ્યતન સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગનું લોકાર્પણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે થનાર છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં સર્વધર્મમાં માનનાર, જાણીતા રામકથાકાર મોરારિ બાપુ ઉપસ્થિત રહેશે.

last-1-10-10-2016વર્ષ ૧૯૭૯માં અંકલેશ્વરના આગેવાન નાગરિક ભાઈલાલભાઈ પટેલ તથા શહેરી ક્લબના અન્ય સભ્યો દ્વારા અંકલેશ્વરમાં સારી અને અદ્યતન સારવાર રાહતદરે મળી રહે એ માટે મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં એકત્ર થયેલ ભંડોળ હોસ્પિટલના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી જનરલ હોસ્પિટલ ટ્રસ્ટનું નિર્માણ કરાયું. જેમાં સમાજના અગ્રણી નાગરિકો તેમજ તબીબો મળીને રપ ટ્રસ્ટીઓ હતા. અંકલેશ્વરના અગ્રણી નાથુભાઈ પટેલે હાલ જ્યાં ચીકુવાડી વિસ્તારમાં હોસ્પિટલ બની છે એ જગ્યા દાનમાં આપી હતી. હોસ્પિટલ નિર્માણ પામ્યા બાદ પ્રારંભમાં તો બહુ જ સારી રીતે ચાલી હતી પરંતુ બાદમાં તેનો લાભ લેનાર દર્દીઓ ઘટતા ગયા હતા. પ્રથમ અંબેશ્વર પેપર મિલ અને ત્યારબાદ જે.બી. કેમિકલ એન્ડ ફાર્માસ્પ્યુટિકલ્સ હોસ્પિટલના સુયોગ્ય સંચાલન અને તબીબી સ્ટાફ માટે સારું એવું આર્થિક અનુદાન તેમજ વહીવટી ફાળો પણ આપ્યો હતો. જો કે વર્ષ ર૦૧૦માં સંચાલકો તે જ ટ્રસ્ટીઓને આ હોસ્પિટલને વધુ મોટી અદ્યતન તબીબી સારવાર મળી રહે તેવા તમામ સાધનોથી સજ્જ અને તમામ પ્રકારના તબીબી રોગોનું નિદાન અને સારવાર રાહતદરે જરૂરિયાતમંદોને મળી રહે એ દિશામાં આગળ વધવંુ જરૂરી લાગ્યું. આથી તેમણે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદભાઈ પટેલનો સંપર્ક સાધ્યો અહમદભાઈ પટેલે આ દિશામાં ફક્ત વાતોથી જ નહીં પરંતુ નક્કર કામગીરી કરી. જે.પી. ગ્રુપે બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનનું કામ ઉપાડી લીધું હતું. ઓ.એન.જી.સી., ગેઈલ તથા અન્ય માતબર ઉદ્યોગ ગૃહોના આર્થિક અનુદાનથી સર્વશ્રેષ્ઠ તબીબી સારવારની મશીનરી સહિત આજે ચાર માળની અદ્યતન સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યુટનું નિર્માણ કાર્ય સંપન્ન થયું છે. ૧૦૦ બેડ ધરાવતી આ હોસ્પિટલ સ્થાનિક ઉપરાંત સુરત, વડોદરા તથા આજુબાજુના જરૂરિયાતમંદ દર્દીઓમાં માટે પણ આશીર્વાદરૂપ છે. આ હોસ્પિટલમાં તમામ રોગો જેવા કે હૃદયરોગ, પ્લાસ્ટિક સર્જરી, ઈમરજન્સી એક્સિડેન્ટ, કાર્ડિયાકનેફોલોજી, એમઆરઆઈ, સીટીસ્કેન ઓર્થોપેડિક, ઓપ્થેલમોલોજી સહિત તમામ રોગોનું નિદાન અને સારવાર રાહત દરે ઉપલબ્ધ થશે, જે લોકો માટે અત્યંત લાભદાયી પુરવાર થશે. તા.ર૩મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આ હોસ્પિટલના લોકાર્પણ માટે અંકલેશ્વર પધારશે. સ્વાગતની તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. સબસિડી બેઈઝ આ હોસ્પિટલ અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તારના તેમજ સમગ્ર જિલ્લાના તેમજ આજુબાજુના શહેરોના દર્દીઓને રાહતદરે સારવાર ઉચ્ચ ગુણવત્તાયુક્ત અદ્યતન સારવાર આપવા માટેના નિષ્ણાત તબીબો ધરાવે છે. આ વિસ્તારમાં લગભગ કરોડોના ખર્ચે નિર્માણ પામેલ હોસ્પિટલમાં સિંહ ફાળો આપનાર રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલનો પણ લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts