ચોરવાડના વિસણવેલ ગામે બે પરિવારો વચ્ચે અથડામણ

(સંવાોદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧૧
ચોરવાડ તાલુકાના વિસણવેલ ગામે બે પરિવારો વચ્ચે અથડામણ થતાં સામસામી લાખાભાઈ ડાભીનો વિસણવેલ ગામની સીમમાં પાણીનો કૂવો આવેલ હોય જે કૂવાનો વિવાદ ચાલતો હતો. જેનું મનદુઃખ રાખી ભરત રામશી ચૌહાણ સહિત સાત લોકોએ તલવાર, કુહાડી, બેઝબોલ ધોકા જેવા હથિયારો ધારણ કરી ફરિયાદી તથા સાહેદોને માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ વિવિધ કલમ મુજબ ગુનો દાખલ કરેલ છે. જ્યારે આજ બનાવના અનુસંધાને પિયુષ રામશી ચૌહાણ (રહે.વિસણવેલ)એ જયેશ બચુ ડાભી સહિત ૧૭ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદીની દીકરી પુનીબેને આજથી એક વર્ષ પહેલાં હિતેષ સીકા ડાભી સાથે પ્રેમલગ્ન કરેલ. જે મનદુઃખ રાખી આરોપીઓએ લોખંડના પાઈપ, લાકડી, દાતરડા જેવા હથિયારો વડે હુમલો કરી પથ્થરોના ઘા મારી ફરિયાદી તથા સાહેદને માર માર્યાની ફરિયાદ નોંધાવેલ છે. આ બનાવની વધુ તપાસ ચોરવાડના પીએસઆઈ એચ.એસ.ભાટિયા ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts