Sports

કાઉન્ટી મેચમાં અશ્વિનનો તરખાટ વોસ્ટરશાયરને વિજય અપાવ્યો

નવી દિલ્હી, તા.૧
અશ્વિન શ્રીલંકા પ્રવાસમાં ટીમની સાથે નથી પણ તે બીજે ક્યાંક પોતાની સ્પિનનો જાદુ બતાવી રહ્યો છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે ૩૦ વર્ષીય અશ્વિન કોઈ ઈંગ્લીશ કાઉન્ટી ટીમ માટે રમી રહ્યો છે. અશ્વિને વોસ્ટર શાયર માટે રમતા બીજી ઈનિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ અને મેચમાં કુલ આઠ વિકેટ ઝડપી આનાથી ટીમે ડિવિઝન બે મેચમાં ગોલ્સ્ટર શાયરને ૧૮૯ રને પરાજય આપ્યો. ગોલ્સ્ટર શાયરની ટીમ ૪૦૧ રનના લક્ષ્યાંક સામે ર૧૧ રનમાં સમેટાઈ ગઈ. આ પહેલાં અશ્વિને પ્રથમ ઈનિંગમાં ૩૬ રન પણ બનાવ્યા હતા. ભારતનો વધુ એક ખેલાડી ચેતેશ્વર પૂજારા પણ કાઉન્ટીમાં નોટીધમ શાયર માટે રમી રહ્યો છે તેને પાંચ સપ્ટેમ્બરે અશ્વિનનો સામનો કરવો પડશે. બીસીસીઆઈએ લાંબા સમય બાદ પોતાના ખેલાડીઓને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવાની મંજૂરી આપી છે.