International

ન્યાય : યુરોપમાં પયગમ્બર હઝરત મુહમ્મદ(સ.અ.વ.)નું અપમાન કરનારને જેલની સજા થઇ શકે, કોર્ટની જાહેરાત

(એજન્સી)
ઓસ્ટ્રિયા, તા. ૩૦
યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્‌સ (ઇસીએચઆર)એ ચુકાદો આપ્યો છે કે, ઇસ્લામના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું અપમાન સજાપાત્ર ગુનો ગણાશે અને તેને અભિવ્યક્તિની આઝાદી હેઠળ ગણવામાં ન આવે. ૨૦૦૯માં બે વિવિધ સેમિનારમાં ઓસ્ટ્રિયાની મહિલા મિસિસ એસ દ્વારા પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું અપમાન કર્યા બાદ કોર્ટને આ ચુકાદો આપવાની ફરજ પડી છે. સાત જજોની પેનલે કહ્યું કે, પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)નું અપમાન કરવું હવે એક ઉદ્દેશપૂર્ણ ચર્ચાની હદથી વધુ થઇ ગયું છે. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, આ પ્રતિબંધો ન લાદવાથી પૂર્વગ્રહને પ્રોત્સાહન મળશે જેના કારણે ધાર્મિક શાંતિ જોખમાઇ શકે છે.
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ વિયેનાની ક્ષેત્રીય અદાલતે મિસિસ એસ પર લાગેલા આ આરોપોને ગંભીરતાથી લીધા હતા અને તેમના પર ધાર્મિક માન્યતાઓને અપમાનિત કરવા માટે ૪૮૦ યૂરો અને કેસની સુનાવણી પર થયેલા ખર્ચની પણ કિંમત વસૂલવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૧માં મિસિસ એસએ વિયેના કોર્ટ ઓફ અપીલમાં અરજી દાખલ કરી હતી પણ તેને ત્યાંથી કોઇ ફાયદો થયો ન હતો અને નીચલી અદાલતના નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો હતો. કાયદાની કલમ ૧૦ (અભિવ્યક્તિની સ્વતંત્રતા)ને ટાંકતાં મિસિસ એસએ ન્યાય વ્યવસ્થા પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહ્યું કે, નિર્ણય અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. તાજેતરની સુનાવણીમાં યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્‌સે કહ્યું છે કે, સ્થાનિક અદાલતોએ કેસની એકદમ યોગ્ય સુનાવણી કરી છે, જો મિસિસ એસને અભિવ્યક્તિની સ્વતંત્રના અધિકાર મળ્યા છે તો અન્ય લોકોને પણ મળ્યા છે. એ ખ્યાલ રાખવો જોઇએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ઘર્ષણ પેદા ન કરે. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, આ નિર્ણયથી ઓસ્ટ્રિયામાં શાંતિ જાળવી રાખવામાં મદદ મળશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.