Ahmedabad

કોર્ટનો માયા કોડનાનીને આદેશ : ચાર દિવસમાં અમિત શાહની જુબાની રજૂ કરો

ગાંધીનગર, તા.૮
ગુજરાતના પૂર્વમંત્રી માયા કોડનાનીને ગુજરાતના ર૦૦રના રમખાણોમાં દોષી જાહેર કરી ર૮ વર્ષની સજા ફટકારાઈ છે. એમની સામે નરોડા ગામમાં બનેલ સામૂહિક હત્યાકાંડના કેસમાં પણ સંડોવણીના આક્ષેપો છે જેમાં ૧૧ મુસ્લિમોના મૃત્યુ થયા હતા. આ કેસમાં માયા કોડનાની અમિત શાહને પોતાની તરફેણમાં સાક્ષી તરીકે રજૂ કરવાની ઈચ્છા ધરાવે છે. આ કેસમાં અમિત શાહ છેલ્લા સાક્ષી છે જેમની જુબાની બાકી છે, અન્ય સાક્ષીઓની ઉલટ તપાસ પણ થઈ ચૂકી છે. માયા કોડનાનીને કોર્ટે કહ્યું કે, અમિત શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે, પણ કોડનાનીએ કોર્ટને ૧૦ દિવસનો સમય આપવા વિનંતી કરી હતી. એમણે કોર્ટને જણાવ્યું કે, એ નિર્ણય કરી શકતી નથી કે અમિત શાહને કયા સરનામે સમન્સની બજવણી કરાય. કોર્ટે કહ્યું છે કે કોડનાનીએ અમિત શાહને સોમવાર સુધી સમન્સની બજવણી કરાવી દેવી અને મંગળવારે એમને હાજર રહેવા જણાવે. કોડનાનીને ર૦૧૪ના વર્ષમાં જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે કોડનાની સામેની સુનાવણી ૪ મહિનામાં પૂર્ણ કરવામાં આવે.
માયા કોડનાનીએ જણાવ્યું કે, અમિત શાહ એમના મુખ્ય સાક્ષી છે જે એમને બચાવી શકે છે. કારણ કે જે દિવસે ઘટના બની હતી તે દિવસે એ અમિત શાહ સાથે વિધાનસભામાં હતી. અને ત્યાર પછી પોતાની હોસ્પિટલમાં હતી.
અમિત શાહ અને માયા કોડનાની તે વખતે ધારાસભ્યો હતા ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે, અમિત શાહ જુબાની આપવા આવે એ શક્યતા ઓછી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.