કોસ્ટગાર્ડને બદલે માછીમારો એ જ ૮ ખલાસીઓના જીવ બચાવ્યા

અમદાવાદ,તા.૧
પોરબંદરમાંથી ૧૫ ઓગષ્ટના રોજ માછીમારો દરિયો ખેડવા નીકળી પડ્યા હતા અને મોટી સંખ્યામાં બોટો રવાના થઈ ગઈ હતી પરંતુ બે દિવસથી પોરબંદર સહિત ગુજરાતના દરિયામાં ડીપ્રેશનને કારણે મોજા ઉછળી રહ્યા છે જેને લઈને મોટી સંખ્યામાં બોટો દરિયામાં ફસાઈ હતી તો અમુક બોટો તણાઈ અને દરિયાકાંઠે આવી પહોંચી હતી જેમાં કરોડોનું નુકસાન થયું છે તો પોરબંદરના ૮ ખલાસીઓ લાપતા બન્યા હતા.
કોસ્ટગાર્ડ બોટોની મદદે પહોંચી ગઈ હતી અને રેસક્યુ કરી ખલાસીઓને બચાવવામાં આવ્યા હતા પરંતુ પોરબંદરના નવીબંદર પોલીસ ચોકી સામે દરિયામાં એક કિરીટભાઈ જુંગીની માલિકીની ‘શ્રી પદમાણી’ નામનું પીલાણું ફસાયું હતું. પદમાણીમાં રહેલા ૫ ખલાસીઓ મદદ માટે અવારનવાર પોકારી રહ્યા હતા પરંતુ કોસ્ટગાર્ડ, નેવી તેમજ તંત્ર તેમની મદદ કરી રહ્યું ન હતું ત્યારે આજે પોરબંદરના શામજી ગોવિંદ જુંગી નામના વ્યક્તિ પોતાની પદમાણી કૃપા બોટ (પીલાણું) સાથે ૬ ખલાસીઓ લઈ મદદ કરવા પહોંચી ગયા હતા અને તેમને હેમખેમ પરત લઈ આવ્યા હતા જેથી લોકોમાં ખુશી જોવા મળી હતી. મોતની સામે લડી રહેલા આ ૫ ખલાસીઓનો જીવ બચી જતા આભાર વ્યક્ત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks