સીપીએમ દ્વારા પોતાની ગઠબંધનની યોજનાના પ્રસ્તાવનો અસ્વીકાર કરાતાં સીતારામ યેચુરીએ પદ છોડવાની ઓફર કરી

(એજન્સી) નવી દિલ્હી, તા.રર
માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની રજૂઆત કરતો એક ડ્રાફ્ટ રજૂ કર્યો, પરંતુ પાર્ટીની કેન્દ્રીય સમિતિએ તેનો અસ્વીકાર કર્યો. યેચુરી દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં તેનું લોબિંગ કરવામાં આવ્યું હતું કે ભાજપાને રોકવા માટે કોંગ્રેસ સાથે તાલમેલ કરવામાં આવે. પોલિત બ્યુરોના સભ્ય પ્રકાશ કરાતની આગેવાનીમાં કેરળના પ્રતિનિધિઓએ પ્રસ્તાવની વિરૂદ્ધ મતદાન કર્યું. કરાતની આગેવાનીવાળા સમુહે કોંગ્રેસ સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ કોઈપણ પ્રકારના ગઠબંધનનો વિરોધ કર્યો છે. પાર્ટી મહાસચિવ યેચુરીએ અહીં પત્રકારોને જણાવ્યું કે, કેટલાક સુધારાઓ બાદ સ્વીકાર કરવામાં આવ્યો. રાજકીય ડ્રાફ્ટ અનુસાર, કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારનું રાજકીય ગઠબંધન અથવા કરાર કરવામાં આવશે નહીં.
યેચુરીના પ્રસ્તાવના વિરોધમાં પપ પ્રતિનિધિઓએ મતદાન કર્યું તો ૩૧એ તેના પક્ષમાં મતદાન કર્યું.
માકપાની કેન્દ્રીય સમિતિની ત્રણ દિવસીય બેઠકના અંતિમ દિવસના મતદાન બાદ તેનો સ્વીકાર કરવામાં આવ્યો. આ ડ્રાફ્ટ એપ્રિલમાં પાર્ટીની હૈદરાબાદમાં યોજાનારી બેઠક પહેલા પાર્ટીની અંદર ચર્ચા કરવા માટે જારી કરવામાં આવશે.
પાર્ટીના સૂત્રો અનુસાર, યેચુરીએ ગત રાત્રે પોતાનું પદ છોડવાનો ઈરાદો જાહેર કર્યો અને કહ્યું કે જો તેમની રાજકીય વિચારસરણીની વિરૂદ્ધ મતદાન થાય છે તો તેમના માટે પોતાના પદ પર યથાવત રહેવું મુશ્કેલ બનશે. તેમના પ્રસ્તાવનો અસ્વીકાર થવાની સંભાવનાને આંકતા યેચુરીએ આ મુદ્દા પર મતદાન ટાળવાનો પ્રયાસ કર્યો. ગત રાત્રે પોલિત બ્યુરોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ આ કિસ્સાનું સમાધાન થઈ શક્યું નહીં. જો કે, બંને પ્રસ્તાવોમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાજપા અને આરએસએસ હાલના સમયમાં દેશ માટે મોટું જોખમ છે અને તેમને પરાજિત કરવાની જરૂરિયાત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks