ક્રિકેટર ઈરફાન-યુસુફ પઠાણનો અન્ય ટીમમાંથી રમવાનો નિર્ણય : બીસીએ છોડવા એનઓસીમાંથી

(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.ર૩
બરોડ ક્રિકેટ એસોસિએશનમાં પસંદગી સમિતિમાં ચાલતી લાગવગશાહી તેમજ અન્યાયી નીતિના પગલે ક્રિકેટરોમાં અંદર અને નારાજગી જોવા મળી રહી છે. કોઈ કારણ વગર પૂર્વ ઈરફાન પઠાણને ટીમમાંથી પડતો મુકાયા બાદ ઈરફાન તથા યુસુફે અન્ય ટીમમાંથી રમવાનો નિર્ણય લીધો હોવાનો તથા બીસીએ છોડવા એનઓસી માંગી હોવાની વાત વહેલી થતા ક્રિકેટ ક્ષેત્રે બળબળાટ મચી જવા પામ્યો છે જો કે બીસીઓ તરફથી આ અમે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રણજી ટ્રોફિ ટીમમાં પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરાયેલ સ્પીનર બોલરને ન રમાડવાનું કહી બરોડા રણજીના કેપ્ટન ઈરફાનપઠાણને મળતા તેને કેપ્ટનશીપ સાથે ટીમમાંથી પણ બાકાત કરી દેવામાં આવતા બીસીએમાં ચાલતી તાનાશાહી છતી થઈ હતી. તાજેતરમાં રણજી ટ્રોફીના એક પ્લેયરને પસંદગી સમિતિના સભ્યની માફી માગવાનો પણ એક બનાવ બનતા બીસીએમાં ચાલતી મનમાની ખુલ્લી પડી હતી.
મળતી માહિતી અનુસાર વડોદરાથી રમી વડોદરાને વિશ્વભરમાં ગૌરવ અપાવનાર પઠાણ બંધુઓ બરોડા ક્રિકેટ છોડી અન્ય ક્રિકેટ ટીમમાંથી રમવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પઠાણબંધુઓએ બીસીસીએ પાસેથી એનઓસી પણ માંગી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પીનર અને આઈપીએલમાં રમી ચૂકેલા ભાર્ગવ પણ પસંદગી સમિતિની મનમાનીના પગલે બરોડાની ટીમ છોડી અન્ય ટીમમાં રમવાનો નિર્ણય લીધો હતો. જે બરોડા ક્રિકેટ માટે ચિંતાનો વિશેય છે. પૂર્વ ક્રિકેટર મહેંદી શેખે જણાવ્યું હતું કે બીસીએમાં કેટલાક ચોકકસ લોકો જ ટીમ તૈયાર કરે છે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને ટીમમાં સ્થાન મળતું નથી જયારે પ્રદર્શન ન કરનાર ખેલાડી ફાઈનલ ઈલેવનમાં રમી રહ્યા છે. જે ક્રિકેટ માટે ખતરારૂપ છે અને બરોડા ક્રિકેટને ખાડામાં લઈ જશે આવા લોકોને ખુલ્લા પાડી ક્રિકેટને બચાવવાનો સમય હવે આવી ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks