બે ઘરફોડ ચોરીના બનાવ પોલીસ દફતરે નોંધાયા
યાનસિંગ ગુલજારીલાલ શર્મા (રહે,ક્રિષ્ણા રો-હાઉસ ભાડજ ગામ)એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તા.ર૩-૯-૧૭ રાતથી તા.ર૪-૯-૧૭ દરમિયાન પોતાના ઘરના રસોડાની બારીનો કાચ તોડી બારીમાં હાથ નાંખી દરવાજો ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૯ર,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. જ્યારે બીજા બનાવમાં ભાવેશ રસિકલાલ દોશી (ઉ.વ.પર) (રહે,પર્લ ૧૦૦, આનંદવિહાર ફલેટની પાછળ ત્રાગડ ચાંદખેડા)એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તા.ર૪-૦૯-૧૭ના રોજ પોતાના ઘરની ગેલેરીમાંથી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી લેપટોપ અને રોકડા રૂપિયા ૧૦૦૦/- મળી કુલ રૂપિયા પપ,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે.
બાઈક અથડાવી ગઠિયાઓ સોનાનો દોરો તોડી લઈ ગયા
મોહિતભાઈ અતુલભાઈ કાનાની (ઉ.વ.રર) (રહે,વરદાન ટાવર, ૧૩ર ફૂટ રોડ નજીક, પ્રગતિનગર, નારણપુરા)એ તા.ર૪-૯-૧૭ના રોજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તા.ર૧-૯-૧૭ના રાતના સુમારે વાળીનાથ ચોક બીઆરટીએસ બસ સ્ટોપ નજીક રોડ ઉપર પોતાના મિત્ર ધ્રુવીલ સોની સાથે મોટર સાયકલ ચલાવી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ મોહિતભાઈની મોટર સાયકલ સાથે પોતાની મોટર સાયકલ અથડાવી, મારામારી કરી હતી. ત્યારબાદ મોહિતભાઈના ગળામાં પહેરેલ સોનાની ચેઈન ખેંચતા મોહિતભાઈ પાસે હાથમાં રહી ગયેલ સિવાયનો બાકીનો સોનાની ચેઈનનો ટુકડો કિંમત રૂા.૪૦,૦૦૦/-ની લૂંટ કરી નાસી ગયા હતા.
મંદિરે દર્શન કરવા ગયેલી બે મહિલાના સોનાના દોરા ચોરાયા
મીનાબેન ચંદ્રકાંત પટણી (ઉ.વ.પર) (રહે,સારંગપુર દોલતખાના, એકતોડા મસ્જિદ પાસે વણકરવાસ, સારંગપુર)એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તા.ર૪-૯-૧૭ના રોજ દરમિયાન દૂધેશ્વર રોડ ખાતે આવેલ મંદિરે દર્શન કરવા ગયા હતા. દરમિયાન મીનાબેને પહેરેલ સોનાનો દોરો કિંમત રૂપિયા ૧૮,૦૦૦/- તેમજ મંગળાબેન નિરંજનભાઈ જાની (ઉ.વ.પ૮) (રહે.મુંબઈ ચાર કોપ ગૃહેશ્વર સોસાયટી સાંઈ મંદિર ગલી સેક્ટર-૩)નાઓએ પહેરેલ મગમાળા કિંમત રૂપિયા રર,૦૦૦/- મતાની અજાણી વ્યક્તિ કોઈ સાધન વડે કાપી ચોરી કરી લઈ ગઈ છે.