(એજન્સી)
નવી દિલ્હી, તા.૧પ
મધ્યપ્રદેશમાં હિન્દુત્વ જૂથ દ્વારા બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ કરાયા બાદ ખ્રિસ્તી પાદરીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એમ જ્યોર્જ સહિત અન્ય પાંચ જણા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જ્યારે કે તેઓ નાતાલના ગીતો ગાઈ રહ્યા હતા. કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (સીબીએસઆઈ)ના જનરલ સેક્રેટરી બિપશ થિયોડોર માસ્કરેન્હાઝે જણાવ્યું કે પાદરીઓ અને ઉપાસકો પર અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો અને ધર્મ પરિવર્તનનો વ્યર્થ આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે પાદરીઓ અને ઉપાસકો પર હુમલો કરવામાં આવ્યો ત્યારે પોલીસ મૂકપ્રેક્ષક બનીને ઊભી હતી. ગુરૂવારે મધ્યપ્રદેશના સેન્ટ ટાઉનમાં પાદરી અને ઉપાસકના ગ્રુપ દ્વારા નાતાલના ગીતો ગવાઈ રહ્યા હતા ત્યારે જમણેરી પાંખના હિન્દુત્વ જૂથે ધર્મપરિવર્તન કરાવી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. ભૂમકહર ગામના ર૧ વર્ષીય ધર્મેન્દ્ર દોહરની ફરિયાદના આધારે આ ધરપકડ કરવામાં આવી હતી તેમ પોલીસ અધિકારી મોહિની શર્માએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું.