(એજન્સી) નવી દિલ્હી, તા.૧
નિવૃત્ત થયાના એક દિવસ પછી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કુરિયન જોસેફે કહ્યું એમને ૧રમી જાન્યુઆરીએ યોજાયેલ વિવાદિત પત્રકાર પરિષદ યોજવા બદલ કોઈ પશ્ચાતાપ નથી. જેમાં એમણે અન્ય ત્રણ જજો સાથે મળી સુપ્રીમ કોર્ટની કામગીરીની સામે અમુક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. એમણે કહ્યું હવે સ્થિતિ બદલાઈ રહી છે. સુપ્રીમ કોર્ટની પરંપરાઓમાં પરિવર્તન લાવવા માટે સમય લાગશે કારણ કે એ લાંબા સમયથી ચાલી રહી છે. એમણે જજ ચેલમેશ્વર, મદન બી.લોકુર, રંજન ગોગોઈ સાથે મળી કેસોની ફાળવણી સમેત વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. એમણે કહ્યું કોઈ જજ ઉપર ન્યાયિક અધિકારોના ઉપયોગ માટે કોઈ રાજકીય દબાણ નથી હોતું. જે રીતે નિમણૂકોમાં પસંદગી રીતે મોડું કરવામાં આવી રહ્યું છે અથવા એને રોકી રખાયું છે. આ એક તરીકે ન્યાયમાં હસ્તક્ષેપ છે. એમને પૂછવામાં આવ્યું કે, શું એમને ૧રમી જાન્યુઆરીની પત્રકાર પરિષદ બદલ કોઈ પશ્ચાતાપ છે કે કેમ ? ત્યારે એમણે કહ્યું કે, મેં સમજી વિચારી એક ઉદ્દેશ્યથી એવું કર્યું હતું. મને કોઈ પશ્ચાતાપ નથી, તમે કયા પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છો ? મેં જે કર્યું મને એનો કોઈ પસ્તાવો નથી. એવા ઉદ્દેશ્ય સાથે કર્યું જેના માટે કોઈ અન્ય માર્ગ ન હતો. પૂર્વ જજે કહ્યું, સુપ્રીમ કોર્ટમાં કોઈ ભ્રષ્ટાચાર નથી, મેં આવું ક્યારેય કર્યું નથી અને વિચાર્યું પણ નથી. એમને પૂછાયું શું ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે. ત્યારે એમણે કહ્યું હું આ પ્રકારના લોકોના વિચારોથી સંમત નથી. સમાજમાં ભ્રષ્ટાચાર છે પણ મારૂં માનવું છે કે, નીચલા સ્તરે ભ્રષ્ટાચાર બાબત લોકોનો વિચાર છે કે ત્યાં ભ્રષ્ટાચાર છે.