(એજન્સી) તા.૧૩
વિશ્વના સૌથી મોટા કહી શકાય તેવા સાયબર હુમલામાં બ્રિટન, તુર્કી, વિયેતનામ, ફિલિપાઈન્સ, રશિયા અને જાપાન સહિત દુનિયાના આશરે ૯૯ દેશોના અબજો કમ્પ્યુટરોને ‘હેક’ કરી લેવામાં આવ્યા છે. આ તમામ દેશોની કમ્પ્યુટર સિસ્ટમોને ‘રેનસમવેયર’ નામના માલવેરથી ‘હેક’ કરવામાં આવી હતી. આ માલવેર કમ્પ્યુટર ડેટાને એનક્રિપ્ટ કરીને લોક કરી દે છે અને યુજરને મેસેજ દેખાડે છે કે ૩૦૦ ડોલર આપવાની સાથે જ બીજી વખત તમારી સિસ્ટમ યુઝ કરી શકશો. આ વાયરસે બ્રિટનના પબ્લિક હેલ્થ સિસ્ટમને ‘હેક’ કરી નાંખી છે. બ્રિટનના ડોક્ટર પોતાના દર્દીઓની ઓનલાઈન ઉપલબ્ધ ફાઈલ જોઈ નથી શકતા. બ્રિટનના હોસ્પિટલોમાં ઈમરજન્સીમાં દાખલ અરયેલા દર્દીઓને અન્ય સ્થળો ઉપર સ્થળાંતર કરવા પડી રહ્યા છે. કમ્પ્યુટર વિશેષજ્ઞોના અનુસાર હેકરોએ અમેરિકન નેશનલ સિક્યોરિટી એજન્સી (એનએસએ) દ્વારા શોધ કરાયેલ સુરક્ષા ખામીનો ઉપયોગ કરી રહ્યા છે. હેકર કીટ ટૂલને પોતાનો શેડો બ્રોકર્સ કહેનારા એક હેકર સમૂહે જાહેર કર્યું છે. હેકર ગત વર્ષે જ ‘એનએસએ’ના હેકિંગ ટૂલને ડમ્પ કરી રહ્યા હતા. ગત વર્ષના માર્ચમાં માઈક્રોસોફ્ટે આ હેકિંગ ટૂલથી બચાવવા માટે અપડેટ જાહેર કર્યા હતા, પરંતુ હેકરોએ આ વાતનો ફાયદો ઉઠાવીને બ્રિટનની હેલ્થ સિસ્ટમની જેમ અનેકને પોતાની સિસ્ટમ અપડેટ કરવા દીધી ન હતી. આ માલવેર એક એનક્રિપ્ટ કમ્પ્રેસ્ડ ફાઈલના રૂપમાં ઈમેલ મોકલવામાં આવ્યા છે. ટારગેટ કમ્પ્યુટર ઉપર એક વખત ઇન્સ્ટોલ થયા પછી ‘રેનસમવેયર’ આસાનીથી ટારગેટ કમ્પ્યુટરને નિશાન બનાવી લે છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ બ્રિટનના નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના કર્મચારીઓને શનિવારે સવારે જ આ માલવેર અંગે સાવધાન કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. માલવેર હંટર ટીમના જણાવ્યા અનુસાર સાયબર હુમલામાં યુરોપ, એશિયા, રશિયા અને અન્ય દેશોના કેટલાય હોસ્પિટલ અને ટેલીકોમ્યુનિકેશન સિસ્ટમ ઉપર અસર પડી છે. આ સાયબર હુમલામાં સ્પેનના ટેલેફોનિકા અને રશિયાના મેગાફોનને પણ અસર પડી છે.