ડભોઈ,તા.૧૭
ડભોઇ વેગા ઉત્સવ પાર્ટીપ્લોટ નજીક ક્રિકેટ રમી પરત ફરતા બે બાઇક સવારોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બન્ને બાઇક ચાલક જમીન ઉપર લોહી લુહાણ હાલતમાં ફગોળાઇ ગયા હતા આસ પાસથી પસાર થતા લોકો એ ૧૦૮ની મદદ લઇ બન્નેને નજીકના હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમા એકનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતુ તો ગત રોજ પણસોલી ગામ નજીક બનેલા છકડો રીક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં ૧૫ લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમાના એક મહિલાનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. તો ત્રીજા બનાવમાં ફરતીકુઇ પાસે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા મહારાષ્ટ્રના કારચાલકની સ્વીપ્ટ ગાડી રોડની બાજુના ખેતરમાં ઉતરી ગઇ હતી ડ્રાઇવર એકલો જ હોઇ નાની મોટી ઇજાઓ થતા તેને નજીકના દવખાન સારવાર માટે લઇ જવાયો હતો. પોલીસે અકસ્માત ગુના દાખલ કરી કાનુની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા શિનોર ચોકડી પાસે થયેલા બાઇક સવારના મોત બાદ ગત રાત્રીના વડોદરા બાજુથી ક્રિકેટ રમી પરત ફરી રહેલા મહુડીભાગોળ વિસ્તારના મોહંમદ યુસુફ સૈદભાઇ વાડીવાળા તેમજ દિલાવરહુસેન ઇકબાલભાઇ ભોળાવાળા ઉ.વ.૧૯ મોટર સાઇકલ નંબર જી.જે.૦૬ એલ.સી. ૨૯૨૨ ઉપર બેસી ઘરે ડભોઇ પરત ફરી રહ્યા હતા ત્યારે ડભોઇ વેગા નજીક ઉત્સવ પાર્ટીપ્લોટ પાસે પાછડથી આવતા કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બન્ને મોટર સાઇકલ સવાર જમીન ઉપર ફગોળાયા હતા જેમા દિલાવરહુસેન ઇકબાલભાઇ ભોળાવાળાનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. તો મંહમદ યુસુફ સઇદભાઇ વાડીવાળાને પ્રથમ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ત્યાર બાદ વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. બીજા બનાવમાં ગત રોજ પણસોલી પાસે બનેલા છકડો રીક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં ૧૫ લોકોને નાની મોટી ઇજાઓ થતા જુદા જુદા દવાખાને લઇ જવાયા હતા. જેમા ઉર્મીલાબેન શૈલેષભાઇ બારીયા રહે રામપુર, જાબુઘોડાનાઓનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. ત્રીજા બનાવમાં ફરતીકુઇ પાસે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા મહારાષ્ટ્રના કારચાલકની સ્વીપ્ટ ગાડી નંબર એમએચ ૧૫ ડી.એમ.૦૯૮૮ રોડની બાજુના ખેતરમાં ઉતરી ગઇ હતી ડ્રાઇવર એકલો જ હોઇ નાની મોટી ઇજાઓ થતા તેને નજીકના દવખાન સારવાર માટે લઇ જવાયો હતો. ડભોઇ પોલીસે અકસ્માતના ગુના દાખલ કરી કાનુની કાર્યવાહી હાથ ધરી છે.