Gujarat

ડભોઇમાં તસ્કરોનો હાહાકાર : આઠ મકાનોનાં તાળા તૂટ્યા

ડભોઈ, તા.૧૮
ડભોઇ નગરમાં એક જ રાતમાં વિવિધ જગ્યઓએ ૮ મકાનોના તાળા તોડી તસ્કરોનો આતંકથી નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ડભોઇ નગર ભિખનકુઇ વિસ્તારમાં હર્ષદભાઇ પટેલ જે લુનાવાળા ગયા હોઇ તેમના ઘરમાં મોડી રાત્રીના ચોરટાઓ આગળના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તીજોરીઓના દરવાજા ખોલી અંદર પડેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ મળી રૂા. ૩,૨૦,૫૦૦નો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા તો ત્યાં જ સામે રહેતા ઠાકોર રિણાબેન તેમના બીજા ઘરે હોઇ બંધ ઘરના નકુચા તોડી ઘરમાં ઘૂસ્યા હતા પણ કશું હાથ આવ્યું ન હતું. ખરાદીવાગા નજીક મહમદભાઇ મીઠાવાળા જે બોડેલી રહેતા હોઇ બંધ મકાન જોઇ આગળની જાળીના નકુચા અને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ત્યાં પણ કઇ હાથ આવ્યું ન હતું તો હિમજામાતા મંદિર પાસે રહેતા શબ્બીરભાઇ મગરવાલા જે ઉપરના રૂમમાં સૂઇ ગયા હોઇ નીચેના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા ત્યાં પણ કઇ હાથ લાગ્યું ન હતું તો તાઇવાગા વિસ્તારમાં રહેતા ફત્તેભાઇ રહીમભાઇ ડાબીવાલાના પણ ઘરના નકુચા તોડ્યા અને ઘરમાં પ્રવેશી સામાન વેર વીખેર કરી દીધો હતો પણ કઇ હાથ ન આવ્યું હતું. સોસાયટી વિસ્તારોમાં પણ ચોરીના ઇરાદે ગોવિંદ પાર્ક-૨માં રહેતા શૈલેભાઇ રામદાસભાઇ ભાભોર જે વતન લુનાવાળા ગયા હતા તેમના બંધ ઘરને પણ ટારગેટ બનાવ્યો હતો. કઇ પણ હાથ આવ્યું ન હતું ત્યાં જ નજીક ગોવિંદ પાર્ક-૨માં પટેલ પીયુષભાઇ સુરેશ ભાઇના ઘરના દરવાજાના નકુચાઓ તોડી ઇંટર લોક તોડી ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ્યા હતા. જેમના ઘરમાંથી પણ કઇ જ મળ્યું ન હતું. આમ એક રાતમાં વિવિધ જગ્યાએ ઘરોના તાળા તૂટ્યા હતા. જેમાં માત્ર ૮માંથી એક જ ઘરમાં ચોરામાંથી રૂ. ૩,૨૦,૫૦૦ના સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં સફળતા મળી હતી. બાકી ૭ મકાનોમાં કઇ હાથ આવ્યું ન હતું. આ ચોરીના બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસ ડભોઇ નગરમાં બનતા ચોરીના બનાવોથી છુટકારો અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.