Gujarat

ડભોઈના ભાવપુરા ગામના ખેડૂતે થાઈ જામફળની સફળતાપૂર્વક ખેતી કરી

(સંવાદદાતા દ્વારા) ડભોઈ, તા.૨૯
ડભોઇ તાલુકાના ભાવપુરા ગામે ખેતી ધરાવતા ખેડૂત મહેશભાઇ ચુનીભાઇ પટેલે પોતાની જમીન ઉપર ૫૨ વિઘામા થાઇલેંડ દેશમાં પાકતા થાઇ જામફળનો સફળતાપૂર્વક પાક પકવીને વાર્ષીક લાખો રૂપિયાની કમાણી કરી બીજા ખેડૂત મિત્રો પણ ધગશથી આવી ખેતીમાં પરોવાય અને તેમના પરિવારોનો જીવન સુખી બને તેવી રીતે તે પ્રેરણારૂપ થઇ ગયા છે. આમ તો ઉત્સાહિક અને ખેતીલા ખેડૂત મહેશભાઇ પટેલ પહેલાંથી જ ખેતી પ્રત્યે ધ્યાન આપી પોતાના ૫૨ વિઘા જમીનમાં વિવિધ પ્રકારની ખેતી કરતા હતા. પરંતુ ધારી સફળતા ધાર્યા પ્રમાણે પાકનું ઉત્પાદન થતું ન હોતું. જેથી તેઓ એવા પાકની શોધમાં હતા કે, ઓછી મહેનત ઓછો ખર્ચ અને કમાણી વધુ થાય ૨૦૧૧ના વર્ષમાં એક દિવસ તેઓ ૨૦૧૧ છત્તીસગઢ રાજ્યના પ્રવાસે ગયા હતા ત્યાં છત્તીસગઢથી થોડે દૂર અંતરે રાયપુર ગામે પ્રવાસ દરમિયાન તેઓની નજર એક ખેતર તરફ ગઇ જ્યાં ૫૦૦ ગ્રામથી ૧ કિલો ૨૦૦ ગ્રામ સુધીના મોટા થાઇ જામફળના જુમખાને જુમખા જોઇ તેઓએ તે જામફળ ખરીદી તેનો સ્વાદ મીઠો મધુરો અને ચટાકેદાર જણાતા બસ પછી તો ખેડૂત પુત્રને જોવું જ શું જે પાકની શોધમાં હતા તે પાક તેમની નજરની સામે હતો. જેમાં તેઓએ આ જામફળના છોડ જેની કિંમત એક છોડની રૂપિયા ૧૮૦/- જેમાં છત્તીસગઢ (રાયપુર)થી ડભોઇ ટ્રાન્સપોર્ટ ચાર્જ સાથે થાય જેથી તેઓએ સાહસ કરીને ૫૨ વિઘા જમીનમાં ૮૦૦ ટન જેટલા છોડ ખરીદ્યા અને ત્યાંથી સંપૂર્ણ માહિતી આ ખેતી માટે ત્યાંના ખેડૂત પાસેથી મેળવી લીધી હતી. જેમાં રોપવા માટે પ્રથમ બીડ બનાવી ખાતર પૂરી-બીડમાં છોડ રોપવા છોડ રોપ્યા પછી ટ્રીટમેંટમા દવા ખેતરોમાં નાખવાની-સારૂ દેશી છાણ્યુુ ખાતર તેમજ અન્ય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો આ છોડને રોપ્યા પછી બીજા વર્ષે તેના ઉપર પાકનો ઉતારો આવે છે. આ જામફળમાં દેશી ખાતર વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતો હોય આ જામફળમાં સારી એવી મીઠાસ જોવા મળે છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને તેનાથી આ થાઇલેન્ડ જાતના જામફળનો પાકનો ઉતારો-વધારો સારા પ્રમાણમાં ઉતરતો હોવાથી ખેડૂતને સારી આવક ઊભી થાય છે. હાલ આ જામફળ કિલોના ૭૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા સુધી બજારમાં વેચાય રહ્યા છે. આ થાઇલેંડ જાતના જામફળ તૈયાર થયા પછી તેના પર નેટ લગાવવાથી ફળને ડાઘના લાગે તેમજ પ્લાસ્ટિક બેગ લગાવવાથી ફળને પક્ષીઓ બગાડે નહિ-પેપર લગાવવાથી સૂર્યના તાપથી ફળને રક્ષણ મળે છે. જેનાથી આ જામફળના પાકની જાળવણી થાય અને ખેડૂતને સારી આવક મળે જો મહેશભાઇ પટેલને અનુલક્ષીને બીજા ખેડૂતો પણ પ્રેરણા લે તો સમગ્ર તાલુકામાં આવી થાઇલેંડ જામફળની ખેતી થાય અને અનેક ખેડૂતોને તે લાભકર્તા થાઇ શકે છે. આ અંગે ખેડૂત મહેશ પટેેલે જણાવ્યું હતું કે, પહેલાં વર્ષે રોપો નાખ્યા, બીજા વર્ષે એ ઉત્પાદન થયું પુષ્કળ જામફળ આવે છે. છોડ રોપીએ છે તો ૫૦થી ૭૦ જામફળ એક છોડ પર આવે છે. જે ૫૦૦ ગ્રામથી ૧ કિલો ૨૦૦ ગ્રામ સુધીના વજન ધરાવતું જામફળ થાય છે. ચાલુ વર્ષે ૩૦૦ ટનની આસપાસ માલ થસે આમ તો થાઇલેન્ડ જઇએ તો જ આ સ્વાદ જોવા મળે છે. પરંતુ હાલ અહિયા જ આ જામફળ પાકે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Gujarat

  ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

  ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
  Read more
  Crime DiaryGujarat

  રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

  માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
  Read more
  Gujarat

  હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

  ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.