બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનની આ વર્ષના દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી

તા.ર૪
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાને યોગદાન આપનાર અમિતાભ બચ્ચનને વર્ષ ૨૦૧૮ના રોજ દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે.
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટિ્‌વટ દ્વારા આ જાણકારી આપી હતી. આ ટિ્‌વટ બાદ સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ અમિતાભ બચ્ચનના ફેન્સ અને દેશના લોકોમાં ખુશીની લહેર છે.
પ્રકાશ જાવડેકરે પોતાના ટિ્‌વટમાં અમિતાભ બચ્ચનને આપવામાં આવેલા આ એવોર્ડ વિશે જાણકારી આપતા લખ્યું તે મહાનાયક અમિતાભ બચ્ચન જેમણે ૨ પેઢીઓ માટે મનોરંજન અને પ્રેરણા આપી છે. તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે સર્વસમ્મતિથી પસંદ કરવામાં આવ્યા છે. આખો દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખુશ છે. તેમને મારી હાર્દીક શુભેચ્છા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks