National

હરિયાણાના રોહતકમાં મુસ્લિમ યુવકની દફનવિધિ અટકાવતા તંગદિલી

(એજન્સી) રોહતક, તા.૧૧
રવિવારે ટીટોલી ગામના સ્થાનિક કબ્રસ્તાનમાં એક મુસ્લિમ યુવકની દફનવિધિ કરવાથી કેટલીક સ્ત્રીઓને અટકાવવતા તંગદિલી સર્જાઈ હતી અને લઘુમતીઓને દફનવિધિ માટે બીજા સુરક્ષિત સ્થળની શોધ કરવા માટે જણાવ્યું હતું. રર ઓગસ્ટે એક મુસ્લિમ યુવક યાસિન દ્વારા વાછરડાની હત્યા કર્યા બાદ જાટ વર્ચસ્વવાળા ગામમાં તંગદિલી સર્જાઈ ગઈ હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેનો પરિવાર ગામ છોડીને જતો રહ્યો હતો. ગામના લોકોએ કબ્રસ્તાન પાસે વાછરડાને દફનાવ્યું હતું અને સદીઓથી ત્યાં વસતા મુસ્લિમોનો ગામની જમીનનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા બદલ વિરોધ કર્યો હતો.
ગામના રહેવાસી જાવીર ખોખર (૪પ)નું શનિવારે ગુરૂગ્રામમાં માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. તેને દફનવિધિ માટે ગામમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ગામના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ તર્ક આપ્યો હતો કે, કબ્રસ્તાન પાસે વાછરડું દફનાવવામાં આવ્યું છે. તેથી ત્યાં મૃતકને ના દફનાવવામાં આવે. ઘટનાની જાણ થતા એસડીએમ રાકેશકુમાર, તલાટી ગુલાબ સિંઘ, ડીએસપી નારાયણ ચંદ, ડીએસપી ગેજેન્દ્ર સિંઘ પોલીસ કાફ્લા સાથે ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.
મૃતકનું શરીર પોલીસ સુરક્ષા હેઠળ કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યું હતું અને વહીવટી તંત્ર અને ગામના વડીલોના હસ્તક્ષેપ સાથે દફનવિધિ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, કબ્રસ્તાનના વિવાદ અંગે પંચાયત બોલાવવામાં આવી હતી. પરંતુ જાવીર ખોખરના મૃત્યુ પછી તેને રદ કરવામાં આવી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ પોલીસ અધિક્ષક નારાયણ ચંદએ જણાવ્યું કે, કેટલાક ગામના લોકોએ મુસ્લિમ વ્યક્તિની દફનવિધિનો વિરોધ કર્યો હતો પરંતુ ત્યારબાદ મુદ્દાનો ઉકેલ આવી ગયો હતો અને કબ્રસ્તાનમાં દફનવિધિ કરવા દેવામાં આવી હતી. પરિસ્થિતિ વધુ ન ખરાબ થાય તે ઘટનાસ્થળે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.