મેઘરજ, તા.ર૦
મેઘરજ તાલુકાના રામગઢી (ભુતીયા )ગામે મંગળવાર રાત્રે ગામના જ બે ઈસમોએ મહિલા ઉપર ડાકણનો વહેમ રાખી મહિલાને કેરોસીન છાંટી સળગાવવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે
રામગઢી ( ભુતિયા )ગામે મંગળવાર રાત્રે ૧૦ વાગ્યાના સુમારે કુબેરભાઈ મેઠાભાઇ પરમાર તેમજ તેમની પત્ની શાંન્તાબેન ઘરે જમી પરવારીને સૂઈ જવાની તૈયારી કરતા હતા તે વખતે કુબેરભાઈનો ભત્રીજો બાબુ હીરા પરમાર તથા કોદર હીરા પરમાર તથા તેની પત્ની જોત્સનાબેન બાબુ પરમાર એમ આ ત્રણે ઇસમો કુબેરભાઈ તથા શાંન્તાબેનને ગાળો બોલી કહેતા હતા કે તમોએ અમારા છોકરાને મેલી વિદ્યા કરી ગાંડો કર્યોછે અને તુ ડાકણ છે તેમ કહેવા લાગેલા જેથી કુબેરભાઈએ ગાળો બોલવાની ના પાડતો તેઓ ગાળો બોલતા બોલતા તેમના ઘરે જતા રહ્યા હતા અને ઘરે જઈને જોર – જોર થી ગાળો બોલતા હોય જેથી કુબેરભાઈની પત્ની શાંન્તાબેન આ ઇસમોના ઘરે જઇને ગાળો બોલવાની ના પાડતાં બાબુ પરમાર તથા કોદર પરમાર અને જોત્સના પરમાર એકદમ ઉશ્કેરાઈ જઈ બાબુ પરમારે કેરોસીન ભરેલું ડબલુ શાંન્તાબેન ઉપર રેડ્યુ હતું અને કોદર પરમારે દીવાસળી ચાંપી શાંન્તાબેનને આગ ચાંપી હતી જેથી શાંન્તાબેનના શરીરે આગ લાગતા તેઓ તેમના ઘર તરફ દોડ્યા હતા જ્યાં બુમાબુમ થતાં આજુબાજુના રહીશો ભેગા થઈને શાન્તાબેનની લાગેલ આગ બુજાવી તાબડતોબ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જે ઘટના અંગે શાન્તાબેનના પતિ કુબેર મેઠા પરમારે તેમના ભત્રીજા આરોપી (૧) બાબુ હીરા પરમાર, (૨) કોદર હીરા પરમાર (૩) જોત્સના બાબુ પરમાર તમામ રહે.રામગઢી ( ભુતિયા) તાલુકો મેઘરજ સામે ફરિયાદ નોંધાવી હતી.