(એજન્સી) પટના, તા.૩૦
બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે હવે સૌની નજર શરદ યાદવ પર છે. જાણવા મળ્યું છે કે લાલુ યાદવે શરદ યાદવને પણ આમંત્રણ આપ્યું છે. લાલુએ શનિવારે રાત્રે અનેક ટ્વીટ કર્યા. તેમણે ટ્વીટ કર્યું કે ગરીબ, વંચિત અને ઉપેક્ષિત જમાતના હક માટે આપણે વૈચારિક રૂપે તમામ સહયોગીઓને સાથે લઇને સંસદ સુધી સંઘર્ષ કરીશું. અમે અને શરદ યાદવે લાઠીનો માર ખાધો છે, સંઘર્ષ કર્યો છે. આજે દેશને ફરીથી સંઘર્ષની જરૂર છે. શોષિત અને ત્રસ્ત વર્ગ માટે આપણે લડવું પડશે. પોતાના આગામી ટ્વીટમાં લાલુએ કહ્યું કે ગરીબ,વંચિત અને ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે અમે નવું આંદોલન ઊભું કરીશું. શરદભાઇ, આવો બધા જ સાથે મળીને દક્ષિણપંથી તાનાશાહીને નાબૂદ કરીએ.
Facebook
0
Twitter
0