દલિત અત્યાચારનો મુદ્દો ઉઠાવવા દેવામાં ન આવતાં માયાવતીએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
૧૦ કારણો
બસપા અધ્યક્ષ માયાવતીએ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. ગૃહમાં પોતાને ન બોલવા દેવામાં આવતાં નારાજ થયેલા માયાવતીએ આ પગલું ભર્યું હતું. માયાવતીએ કહ્યું કે જ્યારે હું ગૃહમાં મારી વાત રજૂ કરી શકતી ન હોય તો પછી સાંસદ તરીકે ચાલુ રહેવાનો શું અર્થ છે. તેમણે કહ્યું કે મેં મારૂ રાજીનામું સભાપતિ હામીદ અંસારીને સોંપી દીધું છે. આ ૧૦ કારણોને લીધે માયાવતીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું.
૧. માયાવતીએ કહ્યું કે હું અહિં દલિતો અને પછાતોના મસિહા તરીકે અને તેમના મુદ્દાઓ ઉઠાવવા માટે આવું છું જ્યારે હું ગૃહમાં મારી વાત રજૂ કરી શકતી ન હોય તો પછી સાંસદ તરીકે ચાલુ રહેવાનો શું અર્થ છે.
૨. બાબાસાહેબ આઁંબેડકરને કાનૂન મંત્રી તરીકે હિન્દુ કોડ બીલ પસાર કરવા દેવામાં આવ્યું નહોતું. અને તેમને ગૃહમાં બોલવા પણ દેવામાં આવ્યાં નહોતા. મારી સાથે પણ આવું જ થયું છે તેથી સાંસદ રહેવાનો કોઈ સવાલ નથી.
૩. માયાવતી એ વાતે નારાજ બન્યાં હતા કે રાજ્યસભામાં પ્રશ્રકાળ દરમિયાન યુપીના સહારનપુર જિલ્લામાં થયેલા દલિત પરના અત્યાચારો પર ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યાં બાદ તેમને બોલવા માટે ફક્ત ત્રણ મિનિટનો સમય આપવામાં આવ્યો.
૪. કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યાં બાદ સમગ્ર દેશમા ખાસ કરીને ભાજપા શાસિત રાજ્યોમાં જાતિવાદ અને પૂંજીવાદ વધી ગયો છે.
૫. ઉપસભાપતિ કુરીયન દ્વારા રોકવામાં આવતાં માયાવતીએ કહ્યું કે હું જે સમાજમાંથી આવું છું તે સમાજ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતાં મને શા માટે રોકવામાં આવી રહી છે.
૬. કુરિયને કહ્યું કે સૌથી પહેલા માયાવતીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેથી તેઓ પહેલા તેમની વાત રજૂ કરે. પરંતુ તેમણે તેમની વાત ફક્ત ૩ મિનિટમાં પૂરી કરી લેવી પડશે.
૭. માયાવતીએ સહારનપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરતાં એવો આક્ષેપ કર્યો કે સત્તાધારી ભાજપે સુનિયોજીત રીતે આ તોફાન કરાવ્યાં છે.
૮. જ્યારે બસપા અધ્યક્ષ માયાવતી પોતાની વાત રજૂ કરી રહ્યાં હતા ત્યારે કુરિયને કહ્યું કે ત્રણ મિનિટ પૂરી થઈ છે તેથી તેમની વાત બઁંધ કરવામાં આવે. આ વાત પર નારાજ બનેલા માયાવતીએ રાજીનામું આપી દીધું.
૯. ગૃહમાં પોતાને ન બોલવા દેવામાં આવતાં નારાજ થયેલા માયાવતીએ આ પગલું ભર્યું હતું. માયાવતીએ કહ્યું કે જ્યારે હું ગૃહમાં મારી વાત રજૂ કરી શકતી ન હોય તો પછી સાંસદ તરીકે ચાલુ રહેવાનો શું અર્થ
૧૦. માયાવતીએ કહ્યું કે સત્તા પક્ષ દ્વારા મને બોલવા દેવામાં આવતી નથી. જો સત્તા પક્ષ મને મારી વાત રજૂ કરવા દેવા ન માંગે તો અને મને બોલવાની તક ન આપવા માંગતો હોય તો પછી મારે રાજીનામું આપી દેવું જરૂરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks