દલિત નેતા જીગ્નેશ મેવાણીના ચૂંટણી કાર્યાલયનું વડગામમાં ઉદ્દઘાટન

છાપી,તા.૧
કોંગ્રેસના સપોર્ટથી ઉભેલા દલિત યુવાન નેતા જીજ્ઞેશ મેવાણીએ વડગામ ખાતે પોતાનું ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકી છે. પ્રચારની શરૂઆત કરી હતી. જો કે ઉદઘાટન કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળી હતી.
વડગામ બેઠક ઉપર દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવતા આ બેઠક ગુજરાતના હાઈપ્રોફાઈલ બની ગઈ છે અને ગુજરાત સહીત દેશની મીડિયા તેમજ નેતાઓની નજર વડગામ બેઠક ઉપર કેન્દ્રીત બની છે. જીજ્ઞેશ મેવાણીએ વડગામ કાર્યાલયનું ઉદઘાટન કરતા કાર્યક્રમમાં કોંગ્રેસના એક પણ મોટા નેતા ઉપસ્થિત રહ્યા ન હતા. દરમ્યાન મુસ્લિમ સમાજ તેમજ દલિત સમાજની સૂચક પાંખી હાજરી જીજ્ઞેશ મેવાણી માટે ચિંતાનો વિષય બન્યો છે આ બેઠક ઉપર કોંગ્રેસના બાગી ઉમેદવાર અશ્વિન પરમાર ભાજપના વિજય ચક્રવતી તેમજ મેવાણી વચ્ચે ત્રિપાંખિયો જંગ બની રહેશે. વડગામ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા સત્તાવાર ઉમેદવાર ઉભા ન રખાતા સ્થાનિક કોંગ્રેસના આગેવાનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. જેને આગામી દિવસોમાં કોંગ્રેસ કઈ રીતે ડેમેજ કન્ટ્રોલ કરે છે તે જોવાનું રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks