દલિત પરિવારની દીકરી સાથે લગ્ન કરી બ્રાહ્મણ પરિવારે જાતિ વિષયક અપમાન કરી રઝળતી કરી મૂકી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
દલિત પરિવારની દિકરીને સપના બતાવી બ્રાહ્મણ યુવકે લગ્ન કર્યા બાદ આ બ્રાહ્મણ પરિવારે પોતાનું પોત પ્રકાશ્યું હતું. લગ્નના ટૂંક સમયમાં જ આ બ્રાહ્મણ પરિવારે દલિત પરિવારની દિકરીનું જાતિ વિષયક અપમાન શરૂ કરી દીધું હતું. એ પહેલાં તો આ બ્રાહ્મણ યુવકે પરિવાર સાથે મળી દલિત પરિવારની દિકરીને કન્યાદાનમાં મળેલા દાગીના અને દલિત પરિવારને દેવું અને ધંધામાં રોકાણના નામે રૂા.૧૭.પપ લાખ પડાવી લીધા હતા. હદ તો ત્યારે થઇ ગઇ કે વ્હાલસોઇ દિકરીને વિદાય વેળા કન્યા દાનમાં આપેલી એક લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ પણ બ્રાહ્મમણ પતિએ વટાવી ખાદ્યી અને કન્યાદાનમાં મળેલા સોનાના દાગીના પણ ગિરવે મુકી દઇ જલ્સા કરી લીધા હતા. બ્રાહ્મણ પરિવારના દિકરા અને તેના પરિવારે રૂપિયાની માગણી ચાલુ રાખી દલિતની દિકરી ઉપર સતત શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. રૂપિયાની ભુખ નહિ સંતોષાતા બ્રાહ્યણ પરિવારે ઘરસંસાર માંડવા આવેલી દલિતની દિકરીને મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકી પિયર નજીક મુકીને નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે દલિત પીડિતાએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ ગુજારી હતી. પરંતુ બે મહિના થયા છતાં પણ ચોક પોલીસે ફરિયાદ સુદ્ધાં નોંધતી નથી. એટ્રોસીટી એક્ટ અન્વયેની ફરિયાદ અરજીની તપાસ એ.સી.પી. કક્ષાના પોલીસ અધિકારીએ કરવાની હોવા છતાં પણ ચોક પોલીસ મથકના સસ્પેન્ડેડ વિવાદાસ્પદ એ.એસ.આઇ.નાનુ ભાણાને તપાસ સોંપાઇ હતી. ઉલ્ટાનું આ નાનુ ભાણાએ આરોપીઓ વિરૂદ્ધ દહેજ પ્રતિબંધક ધારા અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાને બદલે ફરિયાદ પક્ષ પરિવારને નિવેદન નોંધવાને બહાને વારંવાર પોલીસ મથકે બોલાવી આરોપીઓના ખોળામાં બેસી જઇ કુંલળીમાં ગોળ ભાંગ્યો હોય, તેમ અરજી દફતરે કરી દીધી હતી.
આ દલિત પરિવારની વ્યથા અંગે પરિવારે જણાવ્યું હતું કે સિંગણપોર ગામ કોઝવે રોડ ઓમકાર સોસાયટીમાં રહેલા અને પ્લમબરીંગનો વ્યવસાય કરતા દિનેશભાઇ રત્નાભાઇ વાઘની દિકરી ઉષા સ્કીન થેરાપીસ્ટ ડો.મહેન્દ્ર વઘાસીયાને ત્યાં નોકરી કરે છે. જ્યાં અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે સ્વીટ હોમ સોસાયટી, સી-૧, ૧૦૪માં રહેતા નિગમભાઇ મહેન્દ્રભાઇ ઠાકર પેશન્ટ તરીકે આવતા હતા. મુલાકાત દરમિયાન આરોપી નિગમે મોટી મોટી વાતો કરી ઉષા સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ બંને પરિવારે રાજી ખુશીથી હિન્દુ વિધિ પ્રમાણે બંનેના લગ્ન થયા હતા. લગ્ન સમયે આરોપી નિગમ ઠાકર, જેઠ રાકેશ મહેન્દ્રભાઇ ઠાકર, જેઠાણી ઉષાબેન રાકેશ, નણંદ આરતી પ્રશાંત મહેતા, સસરા મહેન્દ્ર ત્રબંકલાલ ઠાકરે પોતાના નાણાં અન્ય જગ્યાએ ફસાય ગયા છે તેમ જણાવ્યું હતું. જેથી દિકરીના લગ્નની તમામ તૈયારી થઇ ગઇ હોય, જેથી પરિવારે ઠાકર પરિવારને પણ પોતાની દિકરીનું પરિવાર માની રૂપિયા એક લાખ રોકડાની મદદ કરી હતી. ત્યારબાદ લગ્ન થયા હતા. લગ્ન બાદ આ બ્રાહ્મમણ પરિવારે પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું હતું. દલિત પરિવારની દિકરી નવા નવા સપના સાથે સાસરિયામાં પગ મુકીને હજી તો હાથની મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો જેના ચોથા જ દિવસે આરોપી પતિ સહિતનાએ દલિત પીડિતાને ફોસલાવી દાગીના લોકરમાં મુકવા લઇ ગયા હતા. આરોપીઓએ દાગીના ગીરવે મુકી રૂપિયા ઉડાવી ગયાની જાણ થતાં ઉષાબેને પરિવારના આરોપી તમામ સભ્યોને જાણ કરતા આરોપીઓએ એક સંપ થઇને માર-મારી હતી, અને કન્યાદાનમાં માતા પિતાએ આપેલા રૂપિયા એક લાખની એફ.ડી.ની વારંવાર માગણી કરી જાતિ વિષયક અપમાન કરતા હતા. દાગીના અંગે વિશ્વાસઘાત કરતા ફરિયાદીએ એફ.ડી.આપી ન હતી. પરંતુ આરોપી પતિ નિગમે ક્રેડીટ કાર્ડ લેવાના બહાને ઉષાબેનની ચાર પાંચ ફોર્મ ઉપર સહિત કરાવી લીધી હતી. પાછળથી ફરિયાદી ઉષાબેનને જાણ થઇ કે આરોપીઓએ એફ.ડી. એકાઉન્ટને ક્રેડીટ કાર્ડ સાથે લીક કરી એફ.ડી.ના તમામ નાણા કાઢી લીધા હતા. તેમ છતાં પણ લગ્ન જીવનમાં સુધારો આવશે એવી અપેક્ષાએ ઉષાબેને પોતાના માતા પિતાને કોઇ વાત કરી ન હતી. ત્યારબાદ આરોપી નિગમ ઠાકરે પત્ની ઉષાબેનના માતા પિતા પાસેથી ધંધાના નામે રોકડા રૂા.૧ લાખ અને રૂા.૧.રપ લાખની લોન અપાવી આ રકમ મેળવી હતી. તેમજ પત્ની ઉષાબેન જ્યાં નોકરી કરતા હતા. એ ક્લિનિકના ડો.મહેન્દ્રભાઇ વઘાસીયા પાસેથી રૂા.૪.ર૦ લાખ એ પેશન્ટ આશાબેન પાસેથી રૂપિયા પ૦ હજાર પત્ની ઉષાબેનના નામે ઉછીના લીધા હતા. એ રૂપિયા પણ આરોપીએ ચુકવ્યા નથી. આરોપી બ્રાહ્મમણ પરિવારની લગ્ન કરવાની દાનન માત્ર પોતાના માથે થયેલા દેવું ચુકવવા માટે જ કર્યો હોય, તેમ ફલિત થયું હતું. આ બ્રાહ્મણ ઠાકર પરિવારે એક દિવસ ઉષાને માર મારી તેના ઘર પાસે છોડીને ભાગી ગયા હતા. આખરે સાસરિયાનો ત્રાસ અને વિશ્વાસઘાત છેતરપિંડી તથા જાતિ વિષયક અપમાનની સામે આ દલિત યુવતીએ ચોકબજાર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ પોલીસે આ દલિત પીડિતાને ન્યાય અપાવવાને બદલે ધક્કા ખવડાવી અરજી દફતરે કરી દઇ અન્યાય કર્યો હતો. એક તરફ ગુજરાતની ભાજપ સરકારના રાજમાં દલિતો ઉપર અત્યાચાર વધતા જાય છે, ત્યારે અત્યાચારનો ભોગ બનનારીની ફરિયાદ જ નહિ નોંધી ચોક પોલીસ ન્યાયાધીશ બની બેઠી છે. ત્યારબાદ આ અંગે પીડિત પરિવારે પોલીસ કમિશનર સતીષ શર્માને રજૂઆત કરતાં આ અંગે એ.સી.પી. બી.સી.ઠક્કરે આ પરિવારને ન્યાય અપાવવા માટે કાયદેસર ફરિયાદ નોંધી હતી અને તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks