National

દલિત સગીરા બળાત્કાર-હત્યા કેસ : મુખ્ય સંદિગ્ધ આરોપી ધોરણ ૧૨નો વિદ્યાર્થી મૃતપ્રાય હાલતમાં મળી આવ્યો

(એજન્સી) જિંદ,તા.૧૭
હરિયાણામાં ૧૫ વર્ષીય દલિત સગીરાની સામૂહિક બળાત્કાર બાદ હત્યા કેસમાં ધોરણ ૧૨નો વિદ્યાર્થી અને મુખ્ય સંદિગ્ધ આરોપી મંગળવારે મોડી રાતે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે કહ્યું કે સંદિગ્ધ આરોપી છોકરો નગ્નાવાસ્થામાં કુરૂક્ષેત્ર જિલ્લાની કેનાલમાંથી મળી આવ્યો હતો. નજીકના જિંદ જિલ્લામાં સગીરાનું ક્ષત-વિક્ષત શબ મળી આવ્યું હતું. કુરુક્ષેત્રના સ્ટેશ હાઉસ ઈન્ચાર્જ દિલીપ સિંહે કહ્યું કે આરોપી છોકરાનો મૃતદેહ તેના ગામથી ૨૫ કિલોમીટર દૂર બખારા નગરમાંથી મળી આવ્યો. તે બિલકૂલ નગ્નાવસ્થામાં હતો. બન્નેની અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પોલીસને શક છે. પોલીસે ઓનર કિલિંગનો પણ સંદેહ વ્યક્ત કર્યો છે. જોકે છોકરીના પરિવારજનોએ બન્ને વચ્ચેના સંબંધનો ઈન્કાર કર્યો છે. પીડિતાની માતાએ કહ્યું કે પોલીસ આરોપીની ઝડપી પાડે તેવી અમારી ઈચ્છા છે. જો આ કેસમાં છોકરો સંડોવાયેલો હોત તો પણ આ કામ કોઈ અજાણ્યાનું છે. આ દરમિયાન પોલીસે પૂછપરછ માટે આરોપીના પરિવારજનોને બોલાવ્યાં છે. પોલીસે અગાઉ એવો દાવો કર્યો હતો કે ૧૦મા ધોરણમાં ભણતી છોકરી જે દિવસે ગુમ થયાં તે દિવસે ૯ જાન્યુઆરીના રોજ સાથે દેખાયા હતા. પીડિતાનો મૃતદેહ તેના ઘરથી ૧૧૦ કિલોમીટર દૂરના એક ગામમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કરનાર રોહતની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટરે કહ્યું કે પીડિતા પર બે કરતાં વધારે લોકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનું ફલિત થાય છે તેમજ તેના ગુપ્તાંગમાંધારધાર હથિયાર ઘુસાડવામાં આવ્યું હોવાનું પણ જણાયું છે. જેને કારણે તેનું લીવર ફાટી ગયું હતું. બહારના ભાગે ઈજાના ૧૯ નિશાન તથા તેની હત્યા પહેલા તેના વાળ કાપી નાખવામાં આવ્યાં હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.