Ahmedabad

અમદાવાદના વિઠલાપુરમાં દલિત યુવકે પગમાં મોજડી પહેરતાં ઢોરમાર મરાયો

અમદાવાદ, તા.૧૪
‘સબ સલામત’ અને સુરક્ષિત ગુજરાતના દાવાઓ વચ્ચે લઘુમતીઓ અને દલિતોને માર મારવાની અને પરેશાન કરવાની ઘટનાઓ હવે તો છાશવારે પ્રકાશમાં આવવા લાગી છે. દલિત યુવકને નામ પાછળ ‘સિંહ’ લખાવવા મુદ્દે અને દલિત મહિલાને પંચાયતમાં ખુરશી પર બેસવા બદલ માર મારવાની ઘટનાની શાહી હજુ તો સુકાઈ નથી ત્યાં વધુ એક દલિત યુવક પર અત્યાચારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર ગામે એક દલિત યુવકને ઢોરમાર માર્યાનો વીડિયો વાયરલ થયો છે.
અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ગામે એક દલિત યુવકને ઢોરમાર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. વ્હોટ્‌સએપ પર વાયરલ થયેલા આ વીડિયોમાં દલિત યુવકને ‘દરબાર બનવાનો બહુ શોખ છે ?’ તેમ કહી ઢોરમાર મરાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે શખ્સો દલિતને ફટકારી રહ્યા છે જ્યારે ત્રીજો શખ્સ તેનો વીડિયો બનાવી રહ્યો છે. માર મારનારા બે શખ્સો દરબાર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે , બે દરબારો દલિત યુવકને મારી રહ્યા છે અને તેને કહી રહ્યા છે કે, માફી માગ. જવાબમાં આ દલિત યુવક તેમને કરગરી રહ્યો છે કે, મને છોડી દો બાપુ , હું મરી જઈશ.. જોકે , તેના પર જરાય દયા દાખવ્યા વગર આ બે યુવકો ‘તને દરબાર બનવાનો શોખ છે ?’ તેમ કહીને તેને ફટકારી રહ્યા છે. દલિત યુવકને જબરજસ્તી બે યુવકોએ પોતાના પગ પકડાવ્યા અને પગ દબાવવા પણ ફરજ પાડી હતી, આ બે યુવકો દલિતને ડંડાથી પણ ફટકારી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં, દલિત યુવકે પહેરેલી મોજડી પણ તેની પાસેથી જબરજસ્તી ઉતરાવવામાં આવી હતી. વીડિયોમાં દેખાઈ રહેલા બે શખ્સો દલિત યુવકને બેફામ ગાળો બોલી તેની પાસેથી માફી મગાવી રહ્યા છે , અને ’ આજે તું ભલે મરી જાય ’ તેવું કહી તેને ઢોર માર મારી રહ્યા છે. આ જ યુવકોના બે વીડિયો વાયરલ થયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.