શંખેશ્વરની ૧પ વિઘા જમીનનો દલિતોએ મેળવ્યો કબજો

(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૪
શંખેશ્વર પાટણ જિલ્લામાં સરકાર દ્વારા વર્ષો પહેલાં દલિતોને જમીનો ફાળવવામાં આવી હતી પરંતુ કેટલાક માથાભારે તત્ત્વો દ્વારા જમીનો પર યેનકેન પ્રકારે દબાણો કરી દીધા હતા. આ મામલે દલિતો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો ન હતો. ત્યારે તાજેતરમાં કલેક્ટરમાં વડગામ ધારાસભ્ય દ્વારા આવેદન આપી ચિમકી ઉચ્ચારાઈ હતી. દરમ્યાન વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ પોલીસ ટીમે સાથે રાખી દલિતો દબાણવાળી જગ્યાએ પહોંચ્યા હતા અને જ્યાં માથાભારે ઈસમોનો કબજો હતો તે સર્વે નંબર પપ વાળી જમીનમાંથી ૧પ વિઘા જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો છે.
જમીન કબજા બાબતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ભાનુભાઈ વણકર આત્મવિલોપન સમયે જવાબદારી અધિકારીઓ સામે તપાસ કરી કેસ કરાશે. જેમાં સરકાર દ્વારા હજૂ સુધી કંઈક કર્યુ નથી. સાથે સાથે બીજી પણ લેખિત બાંહેધરી આપી હતી કે છ મહિનામાં ગુજરાતના ભૂમિહીન દલિતોને ફાળવણી થઈ છે. તે જમીનો સોંપાશે પાટણ જિલ્લામાં ૧ર૦૦ એકર જમીન છે. તેમાંથી બાર ઈંચ જમીન પણ છોડવાના નથી. આજે શંખેશ્વરની જમીન તંત્રએ અમારા આંદોલનના પગલે કબજો આપવાની ફરજ પડી છે. જમીન ખેડનારને પોલીસ રક્ષણ પણ અપાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks