યુઝર્સે તેમને સાફ હૃદયના વ્યક્તિ તરીકે વધાવ્યા
(એજન્સી) તા.ર૭
અભિનેતા ગાયક દલજીત દોસાંઝે અઝાન વિશે એક અદ્દભૂત ટ્વીટ કરી પ્રશંસકોના હૃદય જીતી લીધા હતા. દલજીત દોસાંઝે ટ્વીટ કર્યું હતુું કે, હું દુબઈમાં છું જે બેસ્ટ છે તે છે ‘અઝાન’ મને કશું સમજાતું નથી કારણ કે હું એટલો સમજદાર નથી પરંતુ જે સાઉન્ડ છે તેને સાંભળીને ઘણી રાહત મળે છે. કોઈપણ ધર્મમાં ભગવાનની, કુદરતની તેની સિફતમાં તેના શુક્રમાં જે રાહત છે વાહ, વાહ. દલજીતની આ ટ્વીટ સ્પેશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. આ ટ્વીટને ૩૮૦૦થી પણ વધારે વખત રિટ્વીટ કરવામાં આવી છે અને લગભગ ૧૪,૦૦૦ યુઝર્સે તેને ‘લાઈક’ કર્યો છે. લોકો આ ટ્્વીટ બદલ દલજીતની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. એક ટ્વીટર યુઝરે ટ્વીટ કરી હતી કે તમારા દ્વારા લખવામાં આવેલી આ લિટીઓ દર્શાવે છે કે તમારી પાસે સાફ અને પારદર્શક હૃદય છે અને તમારી આ લાક્ષણિકતા તમને નમ્ર અને સારો વ્યક્તિ બનાવે છે. અમે બધા તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. કેટલાક યુઝર્સે દલજીતના આ ટ્વીટને આધારે ગયા વર્ષે અઝાન વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ગાયક સોનુ નિગમ પર પ્રહારો કર્યા હતા.