પાંડેસરામાં ડોલમાં પડી જતાં આઠ માસની બાળકીનું મોત

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
શહેરના પાંડેસરા વિસ્તારના નાગસેન નગર ખાતે બનેલી એક વિચિત્ર ઘટનામાં પલંગ પર સૂતેલી આઠ માસની માસુમ બાળકી પડખુ ફેરવ્યા બાદ અચાનક નીચે પાણી ભરેલ ડોલમાં પડતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરના નાગસેન નગર ખાતે રહેતા દશરથ કુસ્વાહના ઘરે આજે સવારે પત્ની બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી તે દરમ્યાન પલંગ પર સુતેલી આઠ મહિનાની માસુમ બાળકી દિવ્યાંસી અચાનક પડખુ ફેરવતા પલંગ પરથી નીચે પટકાઈ હતી. માતા બાથરૂમમાંથી બહાર નીકળીને જાતા બુમાબુમ કરતા પાડોશીઓ ભેગા થયા હતા. માસુમ બાળકી પાણી ભરેલ ડોલમાં પડવાથી મૃત્યુ પામી હતી. આ બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માસુમ બાળકીના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. અકસ્માતે બાળકી ડોલમાં પડી હોવાથી કુદરતી નહીં પરંતુ આકસ્મિક મૃત્યુ થયું છે. જેથી પીએમ કર્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળે તેમ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks