ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
ઉકાઇ ડેમના ઉપરવાસમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદનો નોંધપાત્ર વધારો થયો હતો. જેને પગલે ઉકાઇમાં નવા પાણીની આવક શરૂ થઇ હતી. પરંતુ ઉકાઇ ડેમનો ઇનફ્લો વધીને ૩૬,૩૦૬ ક્યુસેક પાણી નોંધાયો હતો. અને તેને પગલે પાણીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે જો કે, હથનૂર ડેમની સપાટીમાં નહીવત્‌ વધારો નોંધાયો છે. જેને પગલે તંત્રની ચિંતા યથાવત્‌ જોવા મળી રહી છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચોવીસ કલાક દરમિયાન ઉકાઇના ઉપરવાસમાં કેટલાક વિસ્તારોમાં દેમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે આજે ઉકાઇમાં પાણીની નવી આવક શરૂ થઇ હતી. સોનગઢ અને તાપીના અન્ય વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ પગલે પાણીન આવક વધી છે અને હજુ પણ વધે તેવી ગણતરી માંડવામાં આવી છે. બીજી તરફ હથનૂરના ઉપરવાસમાં ગણાતાં કેટલાક વિસ્તારોમાં નોંધપાણ વરસાદ થયો છે. જેમાં ટેસ્કા ખાતે પાંચ મિમિ, લખપુરી ખાતે ૨૩.૭ મિમિ, ચિખલધરા ખાતે ૨૭.૬ મિમિ, ગોપાલખેડા ખાતે ૮.૫ મિમિ, દેઢતલાઇ ખાતે ૧૨.૫ મિમિ, બુરહાનપુરા ખાતે ૨૮.૨ મિમિ, યેરલી ખાતે ૩.૮ મિમિ, હથનૂર ખાતે ૩મિમિ અને ભૂસાવલ ખાતે ૨ મિમિ વરસાદ નોંધાયો હતો. જો કે, અન્ય કેટલાક કેચમેન્ટમાં વરસાદ નહીવત્‌ રહ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks