
જાપાનના વડાપ્રધાન શિન્જો અબેએ આજે મહાત્મા મંદિરમાં દાંડી કુટીરની મુલાકાત લીધી હતી. જેમાં તેઓને દાંડી કુટીરનું મહત્ત્વ સમજાવ્યું હતું. દાંડી કુટીર સંગ્રહાલયમાં ગાંધીજીના જીવન ચરિત્ર વિશે માહિતી આપવામાં આવી હતી. બુધવારે ગાંધી આશ્રમની મુલાકાત બાદ વધુ એકવાર મહાત્મા ગાંધી અને આઝાદીની લડત સાથે સંબંધ ધરાવતા સ્થળ એવા દાંડી કુટીરની મુલાકાત બાદ શિન્જો અબે અભિભૂત થઈ ગયા હતા. આઝાદીની લડાઈનું મહત્ત્વ સમજાવતા દાંડી કુટીરમાં આધુનિક ટેકનોલોજીથી માહિતી પીરસવામાં આવે છે. ત્યારે ભારતના વડાપ્રધાન મોદીએ ગાઈડ બનીને શિન્જો અબેને દાંડી કુટીરની ઝીણવટભરી માહિતી આપી હતી.
Facebook
0
Twitter
0