કઈ રીતે મહિલાઓ માટે ભારત દુનિયાનો સૌથી ખતરનાક દેશ બન્યો છે

(એજન્સી) મુંબઈ, તા.ર૭
ભારત દુનિયામાં મહિલાઓ સામે જાતીય હિંસા, ત્રાસ જે સાંસ્કૃતિક અને પરંપરાગત પ્રથાઓના લીધે છે અને માનવ તસ્કરીમાં સૌથી ખરાબ દેશ તરીકે બહાર આવ્યો છે. અર્થાત ભારતમાં મહિલાઓની સુરક્ષા ખૂબ જ ઓછી છે. એ પ્રમાણે નિષ્કર્ષ કાઢી શકાય. આ પ્રકારનું સર્વે થોમસન રોયટર્સ ફાઉન્ડેશને કર્યું છે. એમણે પપ૮ નિષ્ણાંતોના મંતવ્યો મહિલાઓના મુદ્દે મેળવ્યા હતા જેના લીધે મહિલાઓની સુરક્ષાનો આકલન કરી શકાય. મહિલાઓની સ્થિતિ ભારતમાં સુધારવા પગલાં લેવા માટે સરકાર નિષ્ફળ રહી છે જેના લીધે ર૦૧૧ના વર્ષમાં ભારતનો આ મુદ્દે ચોથો ક્રમ ઘટીને પ્રથમ ક્રમે આવ્યું છે. ભારત યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન (બીજા ક્રમે), સીરિયા (ત્રીજા ક્રમે) અને સોમાલિયા જે દેશમાં મહિલાઓનો ખૂબ જ ઓછો વિકાસ થયો છે એની સરખામણીમાં પણ પાછળ છે. ભારત જ એક એવો દેશ છે જે ઉચ્ચ પાંચ સ્થાનો પર રહેલ છે અને જે ૬ કેટેગરીઓ જે સર્વેમાં જણાવી છે એમાં ચોથા ક્રમથી કયારે નીચે રહ્યું નથી. ભારતમાં ફકત ૧૦ ટકા મહિલાઓ જ ભૂમિ ધરાવે છે જ્યારે વૈશ્વિક ટકાવારી ર૦ ટકા છે. પુરૂષો અને સ્ત્રીઓના પ્રમાણમાં પણ દુનિયામાં સૌથી વધુ તફાવત છે. ભારતમાં મહિલાઓ કરતાં ૩૭ બિલિયન પુરૂષો વધારે છે. ર૭ ટકા છોકરીઓના લગ્ન ૧૮ વર્ષથી પહેલાં થઈ જાય છે જે ભારતમાં મહિલાઓની ખરી પરિસ્થિતિ દર્શાવે છે. ભારતના મૂળમાં હજુ પણ પુરૂષ પ્રધાન માનસિકતા પ્રવર્તી રહી છે જે દર્શાવે છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં મહિલાઓને ઉતરતી કક્ષાની ગણવામાં આવે છે. ર૦૧૮ના વર્ષમાં મહિલાઓ અને સગીરો સામે જાતીય હિંસાના કેસોએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં ૮ વર્ષીય આસિફાના જમ્મુમાં થયેલ બળાત્કારની ઘટના મુખ્ય હતી અને ઝારખંડમાં માનવ તસ્કરીનો વિરોધ કરનાર સાથે ગેંગરેપની ઘટના પણ ચર્ચાઓમાં રહી હતી. સરકારે બળાત્કારીઓને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરતો કાયદો પસાર કર્યો છે પણ એનાથી તો ફકત કેસોની નોંધણી જ ઘટશે પણ બળાત્કારની ઘટનાઓ તો વધતી જ જાય છે. ર૦૧૧ના વર્ષમાં સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે ભારતનો ક્રમ ચોથો હતો જે ફકત અફઘાનિસ્તાન, કોંગો અને પાકિસ્તાનથી સારો હતો. આ પહેલાં ભારતનો ક્રમ નીચા રહેવાનું કારણ ભ્રૂણ હત્યા અને માનવ તસ્કરી હતો. સાત વર્ષ પછી ર૦૧૮માં ભારત દુનિયામાં મહિલાઓની સુરક્ષા બાબત સૌથી ખતરનાક દેશ તરીકે બહાર આવ્યું છે જેના મુખ્ય ત્રણ મુદ્દાઓ છે. જાતીય હિંસા, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ અને માનવ તસ્કરી. ભારતમાં ર૦૧૬ના વર્ષમાં પ્રતિ કલાકે ૩૯ ગુનાઓ મહિલાઓ સામે નોંધાયા હતા જે ર૦૦૭ના વર્ષમાં ર૧ હતા. સરકાર મહિલાઓ સામેના ભેદભાવના કાયદાઓનો અમલ કરાવવા નિષ્ફળ રહી છે. ખાપ પંચાયતોના નિર્ણયોને પણ રદ કરાવવા નિષ્ફળ રહેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks