દરેક મત વિસ્તારમાંથી એક VVPATના પરિણામો વોટિંગ મશીનોના પરિણામો સાથે સરખાવવામાં આવશે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
હિમાચલ,ગુજરાતની ચૂંટણીઓમાં દરેક મતવિસ્તારમાંથી એક વીવીપીએટીના પરિણામો વોટિંગ મશીનોના પરિણામો સાથે સરખાવવામાં આવશે. કુલ ૨૫૦ વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ (વીવીપીએટી)માંથી કાઢવામાં આવેલી પેપર સ્લીપ ફરજિયાત ચકાસણીને અધીન રહેશે. એટલે કે સરળ ભાષામાં કહીએ તો દરેક મતવિસ્તારમાંથી એક વીવીપીએટીના પરિણામો વોટિંગ મશીનોના પરિણામો સાથે સરખાવવામાં આવશે . ચૂંટણી પંચે દરેક મતવિસ્તારમાંથી વીવીપીએટી મશીનોને આધારે વેરિફિકેશન ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હિમાચલમાં ૯ નવેમ્બરને ચૂંટણી થવાની છે. તો ગુજરાતમાં હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. ૨૫૦ મતવિસ્તારોમાંથી દરેક વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશએ. વીવીપીએટીને વોટીંગ મશીનો સાથે જોડવામાં આવશે. વોટ આપ્યા બાદ તેમાંથી એક સ્લીપ નીકળે છે અને મત કોને આપ્યો છે તેની ખાતરી થઈ શકે છે. એક વિધાનસભા મતવિસ્તાર દીઠ એક પોલીંગ સ્ટેશનને પસંદગી કરવામાં આવશે. ચાલુ વર્ષની શરૂઆતમાં ચૂંટણી પંચે વીવીપીએટી પેપર સ્લીપનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અગાઉ વીવીપીએટી સ્લીપ અને વોટીંગ મશીનોને સાથે મેચ કરવાનું ફરજિયાત નહોતું પરંતુ હવે ચૂંટણી પંચે તેને ફરજિયાત બનાવી દીધું છે. મતગણતરીના દિવસે કોઈ ઉમેદવાર દ્વારા અથવા તો પોલીંગ એજન્ટ દ્વારા બૂથ પર કોઈ વિવાદ ઉભો કરવામાં આવે તો તેવા કિસ્સામાં વીવીપીએટીના પરિણામો વોટીંગ મશીનોના પરિણામો સાથે સરખાવતામાં આવતા હતા પરંતુ હવેથી વીવીપીએટી અને વોટીંગ મશીનોના પરિણામોને એકીસાથે સરખાવવામાં આવશે. ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીમા પેપર ટ્રાયલનો ઉપયોગ થવાનો છે. ચૂંટણી પંચે એવો પણ નિર્ણય કર્યો છે કે બેન્ક કેશિયર કેબિનની જેમ જ બૂથને વાયર મેશ દ્વારા બંધ કરી દેવામાં આવે જેથી કરીને કોઈ બિનઅધિકૃત વ્યક્તિ વીવીપીએટી સ્લીપ ન મેળવી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks