National

હઝરત મીર સૈયદ મુહમ્મદ હમદાનીની દરગાહમાં તોફાની તત્વો દ્વારા આગ ચાંપવામાં આવ્યા બાદ કાશ્મીરમાં તનાવ

(એજન્સી) શ્રીનગર,તા.૨૭
દક્ષિણ કાશ્મીરના કોસરબાલ ખાતે આવેલી હઝરત મીર સૈયદ મુહમ્મદ હમદાનીની પવિત્ર દરગાહમાં ૨૫ અને ૨૬મી નવેમ્બરની રાત્રે તોફાની તત્વો દ્વારા આગ ચાંપવામાં આવ્યા બાદ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં તનાવ વધી ગયો છે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ ગિરિશ ચંદ્ર મુર્મુએ દરગાહને સરકારી ખર્ચે તેની મૂળ અને પ્રાચીન સ્થિતિમાં જાળવી રાખવાનો સત્તાવાળાઓને આદેશ આપ્યો છે. દરગાહમાં આગ ચાંપવાની ઘટનાથી સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. પોલીસે જણાવ્યું કે ત્રાલના કોસરબાલ ખાતે આવેલી હઝરત મીર સૈયદ મુહમ્મદ હમદાની દરગાહને રાત્રે ૧૧-૨૦ વાગે ભ્રષ્ટ કરવાનો તોફાની તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તોફાની તત્વો દ્વારા આગ ચાંપવાની ઘટનામાં મહિલાઓ માટે નમાઝ પઢવાના મસ્જિદના ભાગને નુકસાન થયું છે. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે સ્થાનિક લોકો અને ફાયર તેમ જ ઇમરજન્સી સર્વિસ દ્વારા તાકીદે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસે કાયદાની વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધીને આ ઘટનામાં સંડોવાયેલા અપરાધીઓને પકડી પાડવા માટે વ્યાપક શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તનાવ વધી ગયો હોવા છતાં કોઇ અનિચ્છનિય ઘટના હજીસુધી સર્જાઇ નથી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પુલવામાના નાયબ કમીશનર ડો.રાઘવ લાંગર અને અવંતીપોરાના વરિષ્ઠ પોલીસ અધીક્ષક તાહિર સલીમે ત્રાલની મુલાકાત લીધી હતી અને આ ઘટનાની ઝડપી તપાસ કરવાની ખાતરી આપી છે. એસએસપીએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ અપરાધીઓને પકડી પાડવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.