(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી માછીવાડ ખાતે દરિયામાં મોટી ભરતીના કારણે વિશાળ મોજા ઉછળ્યા હતા. સરક્ષણ દિવાલ ઉપરથી પાણીના કારણે માટીના પાળાને નુકશાન થયું હતું. જેથી દરિયાઇ ભરતીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. માટીના પાળાનું ધોવાણ થતાં નાયબ મુખ્ય દંડક અને જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ અને નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાએ બોરસી-માછીવાડની સ્થળ મુલાકાત કરીને તાત્કાલિક ધોરણે પાળા ધોવાણની કામગીરી ડ્રેનેજ વિભાગ દ્વારા શરૂ કરાવી હતી. કાર્યપાલક ઇજનેર આર.એમ.પટેલ સહિતના અધિકારીઓએ શરૂ કરેલી કામગીરી પર દેખેરેખ રાખી રહયા છે. નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ અને કલેકટર ર્ડા.એમ.ડી. મોડીયાએ ગામજનો સાથે ચર્ચા કરીને કાયમી ઉકેલ લાવવા ખાતરી આપી હોવાનું જાણવા મળે છે.
Facebook
0
Twitter
0